AUDAએ સરકારી વિભાગોને જાણ કર્યા બાદ આશ્રમમાં રહેનારા સાધુ-સાધ્વીઓના ડોમ તોડવાની કામગીરી શરૂ કરી છે. આ આશ્રમમાં બે યુવતીઓ કથિત રીતે ગાયબ થયા બાદ તેના વાલીની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં આશ્રમ ગેરકાયદેસર ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
અમદાવાદ: ઔડા દ્વારા નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી શરૂ કરાઇ - નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી
અમદાવાદ: વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ મંજૂરી વિના ચાલતો હોવાના કારણે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તેને ધરાશાયી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. AUDA દ્વારા અમદાવાદના હાથીજણ વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કુલના પરિસરમાં શરૂ થયેલો ઢોંગી નિત્યાનંદનો આશ્રમ ધ્વસ્ત કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મામલે AUDAએ પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરી હતી.
15 દિવસ સુધી હાઇપ્રોફાઇલ ડ્રામા સર્જનારા આ આશ્રમ વિવાદમાં મૂકાયો હતો. જ્યારબાદ પોલીસ અને સરકારના ગરેડામાં આવી ગયો હતો. યુવતીઓ અને માતા-પિતાના ઝઘડામાં આશ્રમમને કઈ લેવા દેવાનું ન હોવાનું યુવતીઓએ અવાર-નવાર જણાવ્યું હતું, છતાં સરકારી તપાસમાં આશ્રમ ગેરકાયદેસર હોવાનું ખૂલ્યું હતું.
સમગ્ર મામલો બન્ને પક્ષની અરજી અને ફરિયાદના આધારે મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. આશ્રમના વિવાદ બાદ DPS ઇસ્ટ સ્કુલ પણ વિવાદમાં ફસાઈ હતી અને માન્યતા વગર ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.