- ભારતમાં ઓલિમ્પિક્સ ( Olympics in India ) યોજાય તે માટે કામગીરી શરૂ
- કેન્દ્ર સરકાર દ્વારા AUDA ને એન્કરિંગની કામગીરી સોંપવામાં આવી
- International Olympics Committee દ્વારા 2032 માટે બ્રિસ્બેનની પસંદગી
અમદાવાદ : ગત ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં અમદાવાદમાં 46 હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ( Sardar Patel Sports Complex ) ના ભૂમિપૂજન સમયે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા "અમદાવાદની તૈયારીઓ જોતા તે 6 મહિનામાં જ ઓલિમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) હોસ્ટ કરી શકે છે." તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનના 5 જ મહિનામાં ગુજરાતમાં ઓલમ્પિક્સ ( Olympics in Gujarat ) યોજાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
2032 માટે બ્રિસ્બેન પ્રબળ દાવેદાર બનતા ભારતે 2036 માટે તૈયારીઓ શરૂ કરી
વર્ષ 2020માં ઓલમ્પિક્સ ગેમ્સ ટોક્યો ( Tokyo Olympics ) ખાતે યોજાવાની હતી. જોકે, કોરોનાને કારણે તેને જુલાઈ 2021 સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારબાદ 2024ની ઓલમ્પિક્સ પેરિસમાં અને 2028ની ઓલમ્પિક્સ લૉસ એન્જલસમાં યોજાશે. જ્યારે વર્ષ 2032 માટે IOC ( International Olympics Committee ) દ્વારા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની પસંદગી કરી છે. જોકે, તેના માટેની Final Bid જુલાઈ 2021માં ખુલશે. ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષ 2032માં ઓલમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) ની યજમાની કરવા ઈચ્છતું હતું પરંતુ બ્રિસ્બેન તેના માટે પ્રબળ દાવેદાર બનતા વર્ષ 2036ની ઓલમ્પિક્સ ગેમ્સ ભારતમાં ( Olympics 2036 in India ) યોજાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે.
Olympics Games યોજવા માટેની પાયાની જરૂરિયાતો જાણવા માટેનો સર્વે છે