ગુજરાત

gujarat

ETV Bharat / city

શાક માર્કેટમાં બેઠેલાં યુવક પર હુમલો, અજાણ્યાં 2 ઈસમોની કરતૂત CCTVમાં ઝડપાઈ - ક્રાઈમ

શહેરમાં ગુનેગારો બેફામ બની ગયાં છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શાક માર્કેટમાં બેઠેલાં યુવક પર અચાનક જ પાછળથી આવીને હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી.

શાક માર્કેટમાં બેઠેલાં યુવક પર એકદમ જ હુમલો, અજાણ્યાં 2 ઈસમોનું કરતૂત સીસીટીવીમાં ઝડપાયું
શાક માર્કેટમાં બેઠેલાં યુવક પર એકદમ જ હુમલો, અજાણ્યાં 2 ઈસમોનું કરતૂત સીસીટીવીમાં ઝડપાયું

By

Published : Oct 3, 2020, 9:21 PM IST

અમદાવાદ: ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સલમાન પઠાણ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તે રાતના પોણા બે વાગ્યાના અરસામાં પોતાની શાકની લારી પાસે જમાલપુરમાં શાક માર્કેટમાં બેઠો હતો ત્યારે અચાનક 2 શખ્સ પાછળથી પાઇપ લઈને આવ્યાં હતાં અને યુવકના માથા તથા શરીર પર મારી હતી. જે દરમિયાન યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયાં છે.

CCTVમાં ઝડયાયાં હુમલાના દ્રશ્ય

અજાણ્યા શખ્સોએ પાઇપ મારતાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજેે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હિંસાખોરીની માનસિકતા કેટલી વ્યાપક બની ગઇ છે તેનો પ્રત્યક્ષ દાખલો અમદાવાદ શહેરમાં બનેલી આ ઘટનામાં સામે આવી છે. અચાનક મોટા હુમલાનો શિકાર બની જવાની ભીતિ વચ્ચે અમદાવાદીઓ પોલીસ અસામાજિક તત્વોને નામશેશ કરે તેવી આશા સૌ કોઇને છે.

ABOUT THE AUTHOR

...view details