ગુજરાત

gujarat

ETV Bharat / city

કરોડોની લૂંટ, ધાડ અને છોટા રાજનગેંગ સાથે સંડોવાયેલા આરોપીની ધરપકડ, ATSની સફળતા - લૂંટ

વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કરોડોની લૂંટ અને ધાડમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી હરેશ ગોસ્વામીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આરોપી અંડરવર્લ્ડની છોટા રાજન ગેંગ સાથે સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

કરોડોની લૂંટ, ધાડ અને છોટા રાજનગેંગ સાથે સંડોવાયેલા આરોપીની ધરપકડ, ATSની સફળતા
કરોડોની લૂંટ, ધાડ અને છોટા રાજનગેંગ સાથે સંડોવાયેલા આરોપીની ધરપકડ, ATSની સફળતા

By

Published : May 22, 2020, 8:15 PM IST

અમદાવાદ: ગુજરાત ATSને હાથ એક મોટી સફળતા લાગી છે. હરેશ શિવપુરી ગોસ્વામી નામના આરોપીની વસ્ત્રાલ ખાતેથી ધરપકડ કરી છે. હરેશ ગોસ્વામી આંતરરાજ્ય ગેંગો સાથે મળી ગુજરાત,મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ફાયરિંગ સાથે લૂંટ, ધાડના ગુનાઓમાં સંડોવાયેલ છે.આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મુંબઈ અંડરવર્લ્ડના છોટા રાજન ગેંગ સાથે સંડોવાયેલ રાજેશ ખન્ના, સરમદ ખલીલ બેગ સાથે મળી ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ અને ધાડના ગુનાઓને અંજામ આપેલ છે.

કરોડોની લૂંટ, ધાડ અને છોટા રાજનગેંગ સાથે સંડોવાયેલા આરોપીની ધરપકડ, ATSની સફળતા
આરોપીએ ૨૦૧૧માં સૂરત ખાતે ૮૦ લાખના હીરાની લૂંટ, ૨૦૧૭માં ભીલાડ આર. ટી.ઓ. ચેક પોસ્ટના ૧.૧૭ કરોડની લૂંટ, ૨૦૧૮માં ભીલાડ નાહોલી ગામ ખાતે પરિવાર પાસેથી ૨૨ લાખની લૂંટ,૨૦૧૮માં સેલવાસમાં ફાયરિંગ વિથ લૂંટનો પ્રયત્ન, ૨૦૧૮માં મુંબઈ માનખૂર્દ રેલવે સ્ટેશન પર ફાયરિંગ કરી ૧૭ લાખની લૂંટ કરેલી છે. આરોપી અગાઉ મુંબઈ ખાતે અનેક ગુનાઓમાં પકડાયેલ છે અને આ સિવાય અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details