અમદાવાદ: ગુજરાત ATSને છેલ્લા 2 દિવસમાં બીજી મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરનાર શરીફ ખાનના સાગરીત બાબુ સોલંકીને ઝડપી પાડ્યો છે. આરોપી હાલ મુંબઇમાં રહેતો હોવાની માહિતી એટીએસએ બાબુને અડાલજ મહેસાણા રોડ પરથી ઝડપી પાડ્યો છે.
બાબુ સોલંકી વર્ષ 2006માં અનેક ગુનાઓને અંજામ આપી મુંબઈ ભાગી ગયો હતો. જ્યાં બોડીગાર્ડનું કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી બાબુ સોલંકી અને સાબિર મિયા સિપાહીને રૂપિયા 10 કરોડ કઢાવવા માટે ખંડણીનું કામ આપવામાં આવ્યું હતું અને આ કામ માટે બાબુ સોલંકીને ખંડણી પેટે 3 કરોડ રૂપિયા મળવાના હતા. આ ખંડણી ઊંઝાના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી હતી, પરંતુ આ ગુનામાં આરોપી સાબિર મિયાને એક હથિયાર, 5 કારતૂસ અને જહાંગીર સૈયદને 1 રિવોલ્વર અને 7 કારતૂસ સાથે ઝડપી પડાયા હતા. આ અંગે એટીએસમાં 2 જૂન, 2006માં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.