- ગુજરાત ATS ને મળી મોટી સફળતા
- ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ
- ઉત્તરપ્રદેશમાં દાખલ કરવામાં આવ્યો હતો ગુનો
અમદાવાદ : ગુજરાત ATS એ આજે બુધવારે ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. સલાઉદ્દીન નામના આ શખ્સ ઉપર ધર્મપરિવર્તન અંગે ફન્ડિંગ કરવાનો ગુનો દાખલ છે. આથી, ગુજરાત ATS અને ઉત્તરપ્રદેશ ATSના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન હાથ ધરી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:આણંદના આમોદમાં ધર્મપરિવર્તન કરાવનાર પાદરી અને કિશોરની માતા વિરૂદ્ધ ફરિયાદ
ATSને મળી મોટી સફળતા
ગુજરાતમાં આજે ATS ને સફળતા મળી હતી. ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ગુજરાત ATS એ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, સલાઉદ્દીન નામના આ શખ્સ ઉપર ધર્મપરિવર્તન અંગે ફન્ડિંગ કરવાનો ગુનો દાખલ છે. જોકે આ કેસ ઉત્તરપ્રદેશમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાત ATS અને ઉત્તરપ્રદેશ ATSના સંયુક્ત પ્રયાસે સલાઉદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. આજે બુધવારે આ કેસમાં આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ પોલીસ આરોપીને ગુજરાતથી ઉત્તરપ્રદેશ લઈ જવા માટેની પરવાનગી લેવા માટે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ભરૂચમાં મુસ્લિમ યુવતીને ધર્મપરિવર્તન કરાવવા મુદ્દે આવેદનપત્ર