- શું નવા CM ભુપેન્દ્ર પટેલ લાવશે ત્રીજી લહેર?
- CM બન્યા બાદ પ્રથમ વખત કાર્યાલય પહોંચ્યા પરંતુ લોકો કોરોનાનું ભાન ભૂલ્યા
- CM ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં લોકોમાં કોવિડ19 ગાઈડલાઈન ભૂલ્યા
અમદાવાદ: દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો હતો. જેના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના વાઇરસના કારણે 108 એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી હતી. જેને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. માસ્ક ન પહેરનાર સામે ગુજરાત સરકારે કરોડો રૂપિયા એકત્ર કર્યા છે. જો.કે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા CM તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની જાહેરાત થતા ઘાટલોડિયા કાર્યાલય લોકો કોરોનાનું ભાન ભૂલી ઉત્સાહમાં લાગેલા જોવા મળ્યા હતા.
કોરોનાની ત્રીજી લહેરને મળશે આમંત્રણ
સ્થાનિક આગેવાન દ્વારા લેવામાં આવેલા વીડીઓમાં સ્પષ્ટ રીતે જોઈએ શકાય છે કે જે રીતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. જે માટેથી નિયમો માત્ર સામન્ય લોકો માટે જ બનાવવામાં આવતા હોય છે. સ્થાનિક આગેવાને ઔપચારિક વાતચીત દરમિયાન જણાવ્યું કે, કોરોનામાં નાનામાં નાની વસ્તુનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવતું હતું. કોરોનાએ મારા પરિવારમાં અનેક મુશ્કેલી વિતાવી છે. જેથી માસ્ક, સેનિટાઈઝર સહિત તમામ પ્રોટોકોલ અમારા ઘરમાં અનુસરતા હતા. પરંતુ નિયમો શું નેતાઓ અને તેમના કાર્યકરો માટે રહેલા નથી તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે!
આ પણ વાંચો : નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર
સ્વાગતમાં કોરોનાના નિયમો ભૂલ્યા