- ગુનીના એહોજ એન્ડ સ્ટીલ કંપનીમાં LPG સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
- કંપનીમાં કામ કરી રહેલા કામદારો પૈકી 5 દાઝી જતાં ઇજાગ્રસ્ત
- બગોદરા 108 દ્વારા ઇજાગ્રસ્તોને પાશ્વનાથ હોસ્પિટલ ધોળકા ખાતે ખસેડાયા
અમદાવાદ :આકસ્મિક ઘટના સંદર્ભે ધોળકા ગ્રામ્યના PI એ.બી.અસારી, PSI પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ FSLની ટીમને પણ જાણ કરવામાં આવી છે.
LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ કામદારોને દાઝી જવાથી ઇજાઓ થઇ
ધોળકા ગ્રામ્યના PI એ.બી. અસારીના જણાવ્યા પ્રમાણે, ધોળકા તાલુકાના સીમેજ-કાળિયાપુરા ગામ પાસે આવેલ ગુનીએ હોજ એન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં જુના લોખંડને ગાળવાની પ્રવૃત્તિ સાથે નવા લોખંડનું ઉત્પાદન કરવાની કામગીરી કરવામાં આવે છે. સવારના દસ વાગ્યાના સુમારે LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસ કામ કરી રહેલા પાંચ કામદારોને દાઝી જવાથી ઇજાઓ થઇ હતી. જેમને ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફરજ પરના ડોક્ટરે નીખીલ સોલંકી, ડોક્ટર રિયાઝ મોમીન તથા રશીદાબેન મોમીન દ્વારા સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન પાંચ પૈકી ત્રણ વધુ દાઝી જવાથી તેમને વધુ સારવારની જરૂરિયાત હોવાથી વી.એસ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે.