ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઘર જેવી સુવિધા આપવામાં આવે છેઃ ડૉ. એમ.ડી.ગજ્જર - ડૉ. એમ ડી ગજ્જર

કોરોના વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પોઝિટિવ આવતા દર્દીઓની સારવાર આપવા તમામ સુવિધાઓ સાથે સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં અંદરની શું પરિસ્થિતિ છે તે અંગે કોવિડ-19 હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. એમ.ડી.ગજ્જરર ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઘર જેવી સુવિધા આપવામાં આવે છેઃ ડૉ. એમ.ડી.ગજ્જર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઘર જેવી સુવિધા આપવામાં આવે છેઃ ડૉ. એમ.ડી.ગજ્જર

By

Published : May 8, 2020, 8:12 PM IST

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. એમ.ડી.ગજ્જરે જણાવ્યું હતું કે, જ્યારથી સિવિલમાં કોરોનાનો પ્રથમ દર્દી દાખલ કરવામાં આવ્યો ત્યારથી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે તેમને સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત દર્દીઓની ખાસ કાળજી રાખીને તેમની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. સારવારમાં પણ જરૂરિયાત પ્રમાણે સુધારો વધારો કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઘર જેવી સુવિધા આપવામાં આવે છેઃ ડૉ. એમ.ડી.ગજ્જર
હાલમાં કોવિડ હોસ્પિટલમાં કુલ 870 દર્દી છે. જેમાંથી 719ના કોરોના પોઝિટિવ છે. જ્યારે 14 જેટલા દર્દીના રિપોર્ટ નેગેટિવ છે તો તેમને રજા આપી દેવામાં આવશે. પોઝિટિવ કેસના દર્દીઓ પાસે સંબંધી પણ હોતા નથી ત્યારે તેમની જરૂરિયાત માટે બેડસાઈટ એટેનડેન્ટ આપવામાં આવશે જે તેમની સર સંભાળ રાખશે. ડૉક્ટરનો ઉદ્દેશ દર્દીને જલ્દીથી જલ્દી સાજો કરીને તેને ઘરે મોકલવાનો છે જે માટે ડોકટરની ટિમ ખૂબ જ મહેનત કરી રહી છે.કેટલાક પોઝિટિવ કેસના દર્દી ICU કે વેન્ટિલેટર પર છે તેમની પણ પૂરેપૂરી સંભાળ રાખવામાં આવી રહી છે અને તે જલ્દીથી સજા થાય તે માટે ડોકટર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.કોવિડ-19માં એટલી સારી સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, અન્ય કોઈ દર્દીને કોરોના પોઝિટિવ હોય તો તે સિવિલ હોસ્પિટલમાં જ ઈલાજ કરાવવાનો આગ્રહ રાખે.કેટલાક વીડિયો અને ફોટો તથા મેસેજ સોશિયલ મીડિયામાં સિવિલ હોસ્પિટલના નામે વાલ થાય છે તેમ દર્દીને પડતી અગવડતા બતાવવામાં આવે છે. જે મામલે ડૉ. ગજ્જરે જણાવ્યું હતું કે વધુ પડતા કામના ભારણના કારણે એવું થઈ જાય છે જે જાણી જોઈને નથી કરવામાં આવતું.એટલે.હોવી જેને મુશ્કેલી પડે તેને ડૉકટરને જણાવવું જોઈએ ના કે આ રીતે સોશિયલ મીડિયામાં મૂકવું જોઈએ.સોશિયલ મીડિયામાં મુકવાથી કામ કરતા ડૉક્ટરોનો જુસ્સો ઓકચો થાય છે.દર્દીઓ માટે ખાસ 8 કોર્સનું મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં સવારના નાસ્તાથી લઈને રાતનાજમવા સુધીનું નક્કી હોય છે.કોરોનાનના દર્દીને દવા પણ સિવિલમાંથી જ આપવામાં આવે છે,દર્દીએ બહારથી કોઈ જ દવા લાવવાની રહેતી નથી.આમ હોસ્પિટલ સ્ટાફ દિવસ-રાત ખડેપગે દર્દીઓની સારવાર કરવા તૈયાર છે.અંતમાં ડૉ. ગજ્જરે જણાવ્યું હતું કે કોરોના સામેની લડતમાં જીતવું હશે તો તમામ લોકોએ સાથે મળીને લડવું પડશે તો સૌ સાથે મળીને સાથ-સહકાર આપશે તો કોરોના સામેની જંગ આસાનીથી જીતી શકશે.

ABOUT THE AUTHOR

...view details