અમદાવાદઃ ગણેશજી અને હનુમાનજીના પરમ ભક્ત એવા અને જાણીતા જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં આજે સાંજે 5.13 કલાકે અવસાન થયું છે. તેઓ 90 વર્ષની ઉમરના હતા. તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તેઓને એપોલો હોસ્પિટલમાં 24 મે ના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં
કોરોનાની ભવિષ્યવાણી કરનાર જ કોરોનાનો શિકાર, જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું નિધન - કોરોનાની ભવિષ્યવાણી કરનાર જ કોરોનાનો શિકાર
ગણેશજી અને હનુમાનજીના પરમ ભક્ત એવા અને જાણીતા જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં આજે સાંજે 5.13 કલાકે અવસાન થયું છે. તેઓ 90 વર્ષની ઉમરના હતા. તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તેઓને એપોલો હોસ્પિટલમાં 24 મે ના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
બેજાન દારૂવાલાએ કોરોના અંગે વિવિધ આગાહીઓ કરી હતી, પણ તેઓ ખુદ કોરોના પોઝિટિવ બન્યા હતા. તેમને પહેલેથી જ અસ્થમાની તકલીફ હતી અને તેઓ ચેઈન સ્મોકર હતાં. જેને કારણે તેમના ફેફસા નબળા પડી ગયા હતા. તેમને ન્યૂમોનિયાની અસર થઈ હતી, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેથી 24મી મેના રોજ બેજાન દારૂવાલાને અમદાવાદના ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હતી અને તેઓ લાઈફ સપોર્ટ સીસ્ટમ પર હતા. જો કે, હવે બેજાન દારૂવાલા કોરોના સામેના જંગમાં હારી ગયા છે.
બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાપુજી ગુજરી ગયા છે. છેલ્લા બે દિવસથી તેમની તબિયત અતિગંભીર બની હતી. જો કે, બેજાન દારૂવાલા દેવલોક પામ્યા છે, તેનાથી જ્યોતિષીઓમાં ખુબ મોટી ખોટ પડી છે અને તેઓ ગણેશજીને યાદ કરીને તમામ ભવિષ્યવાણી કરતા હતા. તેમને એક મહિના જાણ થઈ ગઈ હતી કે, હવે હું ભગવાનજી પાસે જઈશ.