- કોરોનામાં અનેક લોકો પામ્યા મૃત્યુ
- કોરોના મૃતકોના પરિવારજનોની હાલત કફોડી
- સમાજ આવા પરિવારને કરી શકે છે મદદ
- પંચાલ મિલન મંદિર ટ્રસ્ટની જ્ઞાતિજનોને સહાય
અમદાવાદ: પંચાલ મિલન મંદિર (Panchal Milan Temple) દ્વારા પણ કોરોના (Corona) કાળમાં મૃત્યુ પામેલા જરૂરિયાત મંદ જ્ઞાતિજનોના પરિવારને આર્થિક સહાય કરવામાં આવી છે. જેમાં મૃતકના પરિવારને એક દર ત્રણ મહિને 10,000 રૂપિયાનો એક ચેક વર્ષમાં 4 ચેક આપીને 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેના પ્રથમ ચેકનું વિતરણ શનિવારે શાહીબાગ ખાતે કરવામાં આવ્યું હતું.
26 જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચેક અર્પણ
પંચાલ મિલન મંદિર (Panchal Milan Temple) ના ટ્રસ્ટી ભાઈલાલ પંચાલે જણાવ્યું હતું કે, માધ્યમો દ્વાર 96 જ્ઞાતિબંધુઓ કોરોનામાં મૃત્યુ થયાનું તેમને જાણવા મળ્યું. તેથી જ્ઞાતિ બંધુઓને આર્થિક સહાય કરવા ફોર્મ વહેંચીને અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાંથી 26 અતિ જરૂરિયાત મંદ પરિવારજનોને શોધી નાખવામાં આવ્યા. જે તમામને આજે શનિવારે પહેલા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.