અમદાવાદ: ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (State Home Minister Harsh Sanghavi)એ વિધાનસભાના પરિણામ (Assembly Election 2022) અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ભગવો (BJP In Assembly Elections) લહેરાયો છે. તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલી કામગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર પ્રદેશ (BJP In Uttar Pradesh), ઝારખંડ, મણિપુર, ગોવા તમામ જગ્યા પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે.
PM મોદીના નેતૃત્વમાં થયેલાં વિકાસના કામો પર જનતાને વિશ્વાસ છે - હર્ષ સંઘવી આ પણ વાંચો:UP Election 2022 UPDATE : ના સાયકલ, નો હાથી, નો હાથ બા... ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ: રવિ કિશન
નરેન્દ્રભાઈ મોદીની કામગીરી પર જનતાને વિશ્વાસ છે
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ (BJP Developments In Uttar Pradesh)ના કામો પર જનતાને વિશ્વાસ છે, જેના કારણે ફરી એકવાર ભાજપની સરકાર બની રહી છે. જ્યારે ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં વર્ષો પછી પ્રથમવાર એવી ઘટના બની છે કે કોઈ પાર્ટી સતત બીજીવાર પોતાની સરકાર (Assembly Election Results 2022) બનાવી રહી હોય.
આ પણ વાંચો:PUNJAB Election 2022 UPDATE : પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહની હાર, AAPના ઉમેદવાર અજીત સિંહની જીત
BJPએ કરેલા કામોનું પરિણામ લોકોએ સરકાર બનાવીને આપ્યું
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આ જ જનતાનો પ્રેમ છે. ભાજપે કરેલા કામ અને ત્યાં ગરીબો માટે જે કામ કર્યું. ગુંડારાજ જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખતમ કર્યું તેનું પરિણામ આજે જનતાએ ફરીવાર સરકાર બનાવીને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપી એવી પાર્ટી બની રહી છે જે સતત બીજીવાર બહુમતીના જોરે સત્તામાં આવી રહી છે. ઉત્તરાખંડ, ગોવા (BJP In Goa)માં પણ બીજેપીની સરકાર રિપિટ થઈ રહી છે. બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીનો પવન ફૂંકાયો છે.