ગાંધીનગર - વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022 ) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે રાજકારણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નેતાઓ પાર્ટીની અદલાબદલી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ (Ashvin Kotwal Joins BJP)ભાજપમાં જોડાયા છે.
પહેલાં આપ્યું રાજીનામું પછી કર્યો ભાજપ પ્રવેશ- છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું (Khedbrahma Congress MLA Ashvin Kotwal Resign) આપ્યું હતું. જે બાદ અશ્વિન કોટવાલ તેમના હજારથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ (Ashvin Kotwal Joins BJP)ગયાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કોટવાલે પણ પાટીલને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું આ સાથે જ આદિવાસી પરંપરા મુજબ તીર કામઠું પણ પાટીલને આપ્યું હતું.
આ પણ વાંચોઃ અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા, કૉંગ્રેસે કામગીરીની પદ્ધતિના કારણે વધુ એક MLA ગુમાવ્યા
એનજીઓ વિશે બોલ્યાં કોટવાલ - ભાજપમાં જોડાયા (Ashvin Kotwal Joins BJP)બાદ અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કોઈ કરી રહ્યું છે. જ્યારે મોદીએ સીએમ હતા ત્યારે મેં વાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં શોષણ કરતા હોય તેવા એનજીઓ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે વિદેશમાંથી આદિવાસીના નામે પૈસા લઈને એનજીઓ પોતાનું પેટ ભરીને ખીસ્સાં ભરે છે. એનજીઓ મામલે તેમણે મધુસુદનભાઈ અને સોનિયા ગાંધી તેમ જ રાહુલ ગાંધી અને પ્રદેશના નેતા અંગે જણાવ્યું હતું કે મધુસુદનભાઈ તેઓના ખાસ સંપર્કમાં છે. પરંતુ તેઓ એનજીઓ ચલાવે છે તેનાથી મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી.