અમદાવાદ :ગુજરાત કોંગ્રેસની વિશેષ જવાબદારી રાજસ્થાનના મુખ્યપ્રધાન (Rajasthan CM Ashok Gehlot Gujarat visit) અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. જેને લઈ તેઓ આગામી 20મીએ ગેહલોત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તેઓ નિરીક્ષકો સાથે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગેહલોતને સોંપવામાં (Preparing for Congress Assembly) આવેલી જવાબદારી બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. જ્યાં બેઠકમાં પ્રાથમિક માર્ગદર્શન આપી શકે છે.
બેઠકમાં ક્યા વિષય પર કરશે ચર્ચા - વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અશોક ગેહલોત ગુજરાતના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ હતા. જેમની હેઠળ પાર્ટીએ 77 બેઠકો જીતી હતી. આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસે ફરી એકવાર રાજસ્થાનના સીએમને કમાન સોંપી છે. જેને લઇને આગામી 20મીએ અશોક ગેહલોત અમદાવાદ (Ashok Gehlot Ahmedabad visit) આવી રહ્યા છે. તેમની સાથે ટીએસ સિંહ દેવ સાથે છત્તીસગઢ કોગ્રેસના નેતા મિલિંદ દેવરા પણ આવશે. ત્રણેય નેતાઓ 26 જેટલા નિરીક્ષકોને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાશે તો બીજી તરફ પ્રાથમિક પરિચય બાદ ત્રણેય નેતોએ ગ્રાસ ફૂટ પર કેવી રીતે કામ કરવું, લોકોને પડતી સમસ્યાઓ, ચૂંટણી લક્ષી સમીકરણો, વોટનું માર્જિન અને અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજસ્થાન અને છત્તીસગઢના સિનિયર પ્રધાનો અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પૂર્વ પ્રધાનો પણ હાજર રહેવાના છે. જે તમામ સભ્યો આવતીકાલે રાત સુધી ગુજરાત આવી જાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો :તિસ્તા કેસમાં કોંગ્રેસ ક્નેક્શન મળતા વાઘાણીએ ચાબખા માર્યા, કહ્યું કોંગ્રેસનું કાવતરૂ
ત્રણેય પક્ષની તૈયારી - ભાજપ દ્વારા આદિવાસી અને પાટીદાર વોટબેંકને અંકે (Gujarat Assembly Election 2022) કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ અનેક લોભામણી જાહેરાતો દ્વારા સમાજના અનેક વર્ગને આકર્ષવા માટે પ્રયાસો હાથ (Gujarat Pradesh Congress Committee) ધરવામાં આવ્યા છે. તેવા સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ દલિત વોટબેંકને અંકે કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કોંગ્રેસે દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમની શરૂઆત કરી છે.
સત્યાગ્રહ કાર્યક્રમનો શુભારંભ -ગુજરાત વિધાનસભાની 182 પૈકી માત્ર 13 અનામતની બેઠકો છે, પરંતુ 27 જેટલી વિધાનસભા મતવિસ્તારમાં આપણી જનસંખ્યા 10 ટકા કરતાં વધારે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 13 અનામત બેઠકો ઉપરાંત આ 27 વિધાનસભા બેઠકો ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવનારી ચૂંટણીમાં આ 40 વિધાનસભા બેઠકો પર દલિત સમાજ મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકા નિભાવશે. જેમાં 09 જુલાઇના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા , અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લિલૌઠીયા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ પ્રદેશના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Presidential Election of India 2022 : 18મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો ક્યાં અને કેવી રીતે કરશે મતદાન?
સોનિયા ગાંધીને સમન્સ -આ ઉપરાંત સોનિયા ગાંધીને ઇડી સમક્ષ હાજર રહેવા સમન્સ (ED summons to Sonia Gandhi) જારી કરવામાં આવ્યું છે, ત્યારે તેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત ઇડી કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. આખા રાજ્યભરમાંથી કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. આ વિરોધ પ્રદર્શનમાં પણ અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. બીજા દિવસે જિલ્લા મથકોએ પણ દેખાવો અને ધરણા યોજવા એલાન કર્યું છે. ગેહલાતના આગમન બાદ ગુજરાત કોંગ્રેસ ચૂંટણીના એકશન મોડમાં આવે તેમ લાગી રહ્યુ છે. હાલ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે સાફ સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. કોન્ફરન્સ રૂમથી લઈ તમામ વિભાગોમાં કોંગ્રેસે સાફ સફાઈ આદરી છે.