ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટે આસારામ બાપુના વચગાળાના જામીન ફગાવ્યા - વચગાળા જામીન

કોરોના વાઈરસના ભયને પગલે દુષ્કર્મ કેસના આરોપી આસારામ બાપુ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી વચગાળાની જામીન અરજી સોમવારે જસ્ટિસ બેલા ત્રિવેદીએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.

હાઇકોર્ટે આશારામ બાપુના વચગાળા જામીન ફગાવ્યા
હાઇકોર્ટે આશારામ બાપુના વચગાળા જામીન ફગાવ્યા

By

Published : Mar 30, 2020, 9:28 PM IST

અમદાવાદઃ આશારામ બાપુના વકીલ તરફે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી હતી કે વર્તમાન સમયમાં કોરોના ફેલાઈ રહ્યું છે અને તેમાં પણ આશારામ બાપુની ઉંમર 74 વર્ષની હોવાથી તેમને ચેપ લાગવાની સંભાવના વધારે છે અને તેમની તબિયત પણ સારી ન હોવાથી 4 મહિના માટે વચગાળા જામીન આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે થોડાક સમય પહેલા પણ આશારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈ દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરાઈ હતી જોકે હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા બંનેની અરજીઓ પરત ખેંચી લેવામાં આવી હતી.

વર્ષ 2018માં જોધપુરની સ્પેશ્યલ કોર્ટે સગીર વયની યુવતી સાથે દુષ્કાર્મ કેસમાં આશારામ બાપુને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. આ ગુનામાં સહ-આરોપી સંચિતા અને અન્ય એક આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2013માં આશારામ બાપુએ સગીર વયની યુવતી સાથે દુષ્કાર્મ આચર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details