ગુજરાત

gujarat

ETV Bharat / city

આસારામ કોરોના પોઝિટિવ આવતા 45 દિવસની જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી - asharam

સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા ભોગવી રહેલા 84 વર્ષના આસારામને કોરોના પોઝિટિવ આવતા 45 દિવસના જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ હાલ એક કરતાં વધુ બીમારીઓથી પીડાય રહ્યા છે. જેમાં હાર્ટ એટેક મોટી બીમારી છે. વળી, તેમને કોરોના પોઝિટિવ આવતા સારવાર યોગ્ય રીતે થઇ શકે માટે જામીન મેળવવા અરજી કરવામાં આવી છે.

આસારામ કોરોના પોઝિટિવ આવતા 45 દિવસની જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી
આસારામ કોરોના પોઝિટિવ આવતા 45 દિવસની જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી

By

Published : May 21, 2021, 10:55 AM IST

  • સુરતની પીડિતા સાથે દુષ્કર્મ કેસના આરોપી આસારામને કોરોના પોઝિટિવ
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી 45 દિવસના જામીન મેળવવા અરજી
  • શું કહે છે આસારામના એડવોકેટ પાર્થિવ ભટ્ટ?

અમદાવાદઃ હાઇકોર્ટમાં આસારામ વતી જામીન અરજી કરનારા એડવોકેટ પાર્થિવ ભટ્ટે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આસારામ હાલ જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આસારામ કોરોના પોઝિટિવ આવતા 45 દિવસની જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી

આસારામ 50 વર્ષથી આયુર્વેદિક દવા જ લે છે

આસારામ હાર્ટ એટેકથી પીડાય છે. હાલ જો તેમને રેમડેસીવીર આપવામાં આવે તો તેમને ક્લોટ થઈ શકે. તેમનું શરીર આયુર્વેદિક દવા લેવા ટેવાયેલું હોવાથી એલોપેથી દવા તેમને સુટ કરતી નથી. આસારામ 50 વર્ષથી આયુર્વેદિક દવા જ લે છે.

આ પણ વાંચોઃજોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ

આસારામને હોમ ક્વોરન્ટાઇન કરી ઉપચાર કરવા દો

સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, તેમને આયુર્વેદિક દવા આપો અને ડોક્ટરની પણ નિમણૂક કરી છે. બીજી તરફ અમે માગણી કરી છે કે, તેમને હોમ ક્વોરન્ટાઇન કરીને તેમનો ઉપચાર પણ કરવા દો. તેથી અમે 45 દિવસની જામીન માટે અરજી કરી છે

આ પણ વાંચોઃકોરોના સંક્રમિત આસારામને જામીન અરજી સંદર્ભે રાહ જોવી પડશે, હાલમાં રહેશે હોસ્પિટલમાં

25મેના રોજ થશે સુનવણી

નામદાર કોર્ટમાં થયેલી અરજી બાદ કોર્ટ 25મેના રોજ આ મુદ્દે સુનવણી કરશે. મહત્વનું છે કે, સુરતમાં દુષ્કર્મ આચરવાના કેસમાં જોધપુરની જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામને 10 દિવસ પહેલા કોરોના થયો હતો. જેલમાં જ તેમની સારવાર ચાલતી હતી, પરંતુ તબિયત વધુ લથડતા જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details