ગુજરાત

gujarat

ETV Bharat / city

Asaduddin Owaisi in Ahmedabad : ઔવૈસીની અમદાવાદમાં ગર્જના, હિંસા થઇ તેમાં રાજ્ય સરકાર જવાબદાર, વિધાનસભા ચૂંટણી લડીશું - હિંમતનગર અને ખંભાતમાં કોમી હિંસા અંગે ઔવેસીનું નિવેદન

ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા (AIMIM will contest Gujarat Assembly Elections 2022) માટે અસદુદ્દીન ઔવેસીએ આજે અમદાવાદમાં (Asaduddin Owaisi in Ahmedabad) મનસૂબો વ્યક્ત કર્યો છે. ઔવેસીએ અમદાવાદના શાંતિપુરામાં ઇફતારીમાં (Asaduddin Owaisi in Shantipura Iftari )હાજરી આપવા નિમિત્તે ગુજરાત મુલાકાતે છે. તેમણે કયા નિવેદનો આપ્યાં તે વિશે જાણવા ક્લિક કરો.

Asaduddin Owaisi in Ahmedabad : ઔવૈસીની અમદાવાદમાં ગર્જના, હિંસા થઇ તેમાં રાજ્ય સરકાર જવાબદાર, વિધાનસભા ચૂંટણી લડીશું
Asaduddin Owaisi in Ahmedabad : ઔવૈસીની અમદાવાદમાં ગર્જના, હિંસા થઇ તેમાં રાજ્ય સરકાર જવાબદાર, વિધાનસભા ચૂંટણી લડીશું

By

Published : Apr 14, 2022, 5:29 PM IST

Updated : Apr 14, 2022, 10:02 PM IST

અમદાવાદ : AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી(AIMIM National President Asaduddin Owaisi) આજે વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. રમઝાન માસની ઇફતારીના કાર્યક્રમમાં આવ્યાં (Asaduddin Owaisi in Ahmedabad)હોવાથી અસદુદ્દીન ઔવેસી અમદાવાદના શાંતિપુરામાં AIMIMના કાર્યકર્તાઓ સાથે ઇફ્તારી કરવાના છે. અમદાવાદ એરપોર્ટ પર આવીને તેઓ સીધા આવી પહોંચ્યા છે. એરપોર્ટથી ખાનપુર વિસ્તારની એક હોટલમાં રોકાણ માટે રવાના થયાં હતાં આ પહેલાં એરપોર્ટ પર માધ્યમો સાથેની વાતચીતમાં ઔવેસીએ ગુજરાતમાં આવવાના પ્રયોજન વિશે જણાવ્યું કે લાંબા સમયથી ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓને મળ્યાં નથી તેથી અને આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા આવ્યો છું.તેમણે ઉમેર્યું કે હવે તેઓ ગુજરાત આવતાં રહેશે.

અમદાવાદ એરપોર્ટ પર અસદુદ્દીન ઔવેસી

તાજેતરની કોમી હિંસા માટે સરકારને જવાબદાર ઠેરવી - તાજેતરમાં હિંમતનગર અને ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે ઔવેસીએ જણાવ્યું (Owaisi's statement on communal violence in Himmatnagar and Khambhat)કે ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી. રાજય સરકાર જવાબદાર હોય છે. રાજય સરકાર જો ઈચ્છે તો હિંસા થાય અને ન ઈચ્છે તો ન થાય. હિંસા થઈ એ માટે સરકાર જવાબદાર છે. જે લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થાય. IBના ઇનપુટ હતાં તો સરકારે કેમ પગલાં ન લીધાં? જો ઇનપુટ હતાં તો હિંસા રોકી શક્યા હોત. પોતાની નાકામયાબી છુપાવવા માટે આમ કહે છે. જો કાવતરું હોય તો પેગાસીસ, કોલ રેકોર્ડીંગ છે તો કેમ ન પકડી શક્યાં. શોભાયાત્રા કાઢવા માટેની પરમિશન પોલીસ આપે તો પુરી કરવાની જવાબદારી પોલીસની જ છે.

આ પણ વાંચોઃ Exclusive: 15 દિવસમાં ફરી વખત ગુજરાત આવીશ- અસદુદ્દીન ઓવૈસી

આગામી વિધાનસભા ચૂંટણી લડવા તૈયારીઓ- વર્ષની આખરમાં વિધાનસભા ચૂંટણીઓ આવશે તેને લઇને પાર્ટીનું શું આયોજન છે તે વિશે પૂછાતાં ઔવૈસીએ જણાવ્યું હતું કે પાર્ટીનું સંગઠન મજબૂત કરવા તેમજ જે કમજોરી છે તે દૂર કરવા માટે માહિતી મેળવવા જ આજે અમદાવાદ આવ્યો છું. આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીના જંગમાં અમે મજબૂતી સાથે ઉતરીશું. પોઝિટિવ મુદ્દા અને લાંબાગાળાના વિઝન સાથે ચૂંટણી લડીશું. તેમણે એમ પણ કહ્યું કે મે અને જૂન મહિનામાં પણ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ જઇને પાર્ટીની લોકો સુધીની પહોંચ મજબૂત કરીને વિધાનસભા ચૂંટણી (AIMIM will contest Gujarat Assembly Elections 2022)મજબૂત રીતે લડશે.

આગામી મહિનામાં પણ ગુજરાતની મુલાકાત લેશે ઔવેસી

આ પણ વાંચોઃ ઓવૈસીનો આરોપ - "કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને કઠપૂતળીની જેમ કંટ્રોલ કરવા માંગે છે"

અખંડ ભારતના નિવેદન મુદ્દે ઔવેસીએ શું કહ્યું- જ્યારે RSSના પ્રમુખ મોહન ભાગવતના અખંડ ભારતના નિવેદન મુદ્દે ઔવેસીએ કહ્યું કે, 'અખંડ ભારતની વાત કરો છો તો પૂરું અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન કબજો કરેલું કાશ્મીર, શ્રીલંકા અને ચીન છે તેની વાત કરો.'

આજે રાતે કાર્યકર્તાઓ સાથે રોકાશે - આજે સાંજે તેઓ સાણંદ રોડ પર શાંતિપુરા પાસે AIMIMના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે અને ઇફતારી (Asaduddin Owaisi in Shantipura Iftari )પણ કરશે. આખી રાત તેઓ શાંતિપુરા ખાતે કાર્યકર્તાઓ સાથે રોકાણ પણ કરવાના છે. આપને જણાવીએ કે ગત વર્ષે AMCની ચૂંટણીમાં AIMIMને 7 બેઠક મળી છે તેથી પાર્ટીનું નામ અમદાવાદના લોકો માટે નવું નથી. ​​​​​​​ જમાલપુર બેઠક પરના તમામ 4 અને મકતમપુરા બેઠક પર AIMIMના ત્રણ ઉમેદવારની જીત થઈ હતી. જેને લઇને ઉત્સાહિત AIMIM આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝૂકાવવા આયોજન કરી રહી છે.

ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ

ETV ભારતના રિપોર્ટર રોશન આરા સાથે વાતચીત - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો એકત્ર થઈ ગયા છે અને ગુજરાતમાં એક પછી એક રાજકીય નેતાઓની મુલાકાતો શરૂ થઈ ગઈ છે. ETV ભારતના રિપોર્ટર રોશન આરાએ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ (Asaduddin Owaisi in Ahmedabad)લીધો હતો.

ગુજરાતની જનતાનો પ્રેમ મળ્યો છે- અસદુદ્દીન ઓવૈસીએ ETV ભારત સાથે (Asaduddin Owaisi in Ahmedabad) વાત કરતા કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આ સંદર્ભે તેઓ ગુજરાત AIMIM પાર્ટીના નેતાઓને મળવા આવ્યા છે. અને રમઝાન બાદ પણ હું આગામી મહિનામાં ગુજરાતની મુલાકાત લઈશ અને અહીંના લોકોને મળીશ. ગુજરાતની જનતાએ તેમના પ્રેમથી ધન્યતા અનુભવી છે અને અમારી પાર્ટી સફળતાપૂર્વક વિધાનસભામાં પહોંચી છે.

બિહારમાં મળી છે જીત - તેમણે વધુમાં કહ્યું હતું કે, એમઆઈએમ યુપીમાં જીત્યું નથી, પરંતુ બિહારમાં જીત્યું છે અને જ્યારે ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ ત્યારે એમઆઈએમના કોર્પોરેટરોને સારી સંખ્યામાં નગરપાલિકામાં બેઠકો મળી અને તેઓ જીત્યા. તેમણે કહ્યું કે, કોઈ પક્ષનો ગઢ નથી, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ જીતી રહ્યું છે તો કોંગ્રેસની અયોગ્યતાને કારણે જીત્યું છે. તેમણે કહ્યું, આ વખતે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું અને અમારા ઉમેદવારોને (AIMIM will contest Gujarat Assembly Elections 2022)મેદાનમાં ઉતારીશું.

Last Updated : Apr 14, 2022, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details