- શિક્ષકોના 10 વર્ષના બોન્ડના પરિપત્રને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર
- 10 વર્ષના બોન્ડથી સામાજિક અને અન્ય પ્રશ્નો ઉભા થઇ શકે છે : મનીષ દોશી
- સરકાર સમય ઘટાડે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ
અમદાવાદ- રાજ્યમાં ધોરણ 1થી 5ના શિક્ષકોના બોન્ડ કરવાના શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે સરકાર સામે માંગ કરવામાં આવી છે કે, જે 10 વર્ષના બોન્ડ તેની સમયમર્યાદામાં ઘટાડવામાં આવે, ત્યારે આ મામલે શિક્ષકોએ 10 વર્ષના બોન્ડ નાબૂદ કરવા માટે રજૂઆત કરી હતી, ત્યારે સરકારે તે શિક્ષકો સામે નોટિસ ફટકારી છે.
55 જેટલા શિક્ષકોએ બોન્ડના પ્રશ્ને રજૂઆત કરી હતી
આ મામલે 55 જેટલા શિક્ષકોએ બોન્ડના પ્રશ્ને રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે મનીષ દોશીએ જણાવ્યું કે, કચ્છના દિવ્યાંગ શિક્ષકો સહિત રાજ્યના 55 શિક્ષકોએ સરકારને રજૂઆત કરી હતી. ત્યારે બદલી ના થવાથી સામાજિક અને અન્ય પ્રશ્નો ઉભા થઇ શકે છે. સરકાર શિક્ષક સમુદાયને અન્યાય કરવાનું બંધ કરે, ત્યારે આ રજૂઆતને યોગ્ય ઘણી બોન્ડનો સમય ઘટાડવાની શિક્ષકોની માંગ સ્વીકારે. જ્યારે શિક્ષકોનો સરકાર સામે વિરોધ વધી રહ્યો છે, ત્યારે તાજેતરમાં વધારાની કામગીરી આપવા બદલ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસ પણ શિક્ષકોના પડખે ઉભું છે.