ગુજરાત

gujarat

ETV Bharat / city

272 જેટલા પાર્ક અને ગાર્ડન કાલથી શરૂ, પાર્કમાં આવતાં લોકોને માસ્ક પહેરવું ફરજિયાત - અનલોક4

રાજ્ય સરકાર દ્વારા unlock ચારની ગાઈડલાઈન જાહેર કરાતાં શહેરમાં આવતીકાલથી અમદાવાદમાં પહેલાંની જેમ બાગબગીચા શરૂ થશે. જોકે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. માસ્ક હશે તે જ વ્યક્તિઓને પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. તેમ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ લોકોએ કરવું પડશે. જે બગીચામાં ગાડીની વ્યવસ્થા ન હોય ત્યાં પણ બગીચા વિભાગમાં સુપરવાઇઝર દ્વારા તપાસ કરાશે. ગાર્ડનમાં માસ્ક પહેર્યા સિવાય ફરતાં નાગરિકોને દંડ ફટકારાશે.

272 જેટલા પાર્ક અને ગાર્ડન કાલથી શરૂ, પાર્કમાં આવતાં લોકોને માસ્ક પહેરવું ફરજિયાત
272 જેટલા પાર્ક અને ગાર્ડન કાલથી શરૂ, પાર્કમાં આવતાં લોકોને માસ્ક પહેરવું ફરજિયાત

By

Published : Sep 4, 2020, 2:04 PM IST

અમદાવાદઃ બાગબચીચા ખોલવાના નિર્ણય સાથે જોકે કોરોના ગાઇડલાઇન પ્રમાણે પાર્કમાં જતાં પહેલાં લોકોએ ખાસ કાળજી રાખવી પડશે. ગાર્ડનની મુલાકાતે આવનાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. તેની સાથે દરેક લોકોએ માસ્ક પણ પહેરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન થયું ત્યારથી ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યાં છે અને 165 દિવસ બાદ આવતીકાલથી બાગબગીચા ખોલવા જઈ રહ્યાં છે. જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના તમામ બગીચા ખોલી દેવામાં આવશે. પરંતુ કોરોના વચ્ચે લોકોએ પણ તકેદારી રાખવી પડશે.

272 જેટલા પાર્ક અને ગાર્ડન કાલથી શરૂ, પાર્કમાં આવતાં લોકોને માસ્ક પહેરવું ફરજિયાત
જોકે મહત્વનું છે કે બગીચામાં ચાલવા આવતાં લોકોમાં 60થી વધારે વયના લોકો વધુ હોય છે. ત્યારે આવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓને સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ ન કરવા અને માસ્ક પહેરી રાખવા માટે સલાહ અપાઈ છે.

તેમજ હાલ આ બધાં જ બાગબગીચામાં સાફસફાઈ અને સેનિટાઇઝિંગની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે બગીચાનો સમય સવારે ૬ થી રાત્રે 10નો જે પહેલાં હતો તે જ રાખવામાં આવ્યો છે અને રોજ બેથી ત્રણ વખત દરેક બગીચાને સેનિટાઈઝ કરવામાં પણ આવશે.

ABOUT THE AUTHOR

...view details