અમદાવાદઆ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) યોજવાની છે. જેને કોંગ્રેસ, ભાજપ પોતાની તૈયારીના (Gujarat Assembly Election Preparations) ભાગરૂપે જનતાને પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ ઓફર આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રથમવાર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને વિવિધ ચૂંટણી લક્ષી ગેરંટી આપી રહ્યા છે.
અમે ગુજરાતમાં શિક્ષણ સુધારવા આવ્યા છીએ. અરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકારના શાસન કારણે લોકો કંટાળી ગયા છે. જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો, મહિલા મદદરૂપ થઇ રહ્યા છીએ. અમે ગુજરાતમાં સારી શાળા બનાવીને શિક્ષણમાં સુધારો (Improvement in education in Gujarat) કરવામાં આવશે. જો અમે જે ગેરંટી આપી રહ્યા છીએ તેમ સુધારો ન થાય તો બીજીવાર મત ન આપતા.
દિલ્હીના શિક્ષણમાં ક્રાંતિમનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ભારતના વિકસિત દેશ બનાવવા શિક્ષણ સારું આપવું એ ખૂબ જરૂરી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં શિક્ષણમાં ક્રાંતિ (Revolution in Education in Delhi) લાવ્યા છે અમે ગુજરાતમાં પણ શિક્ષણમાં ક્રાંતિ લાવીશું. પંજાબમાં શિક્ષણમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના દરેક ગામડા અને શહેરમાં સારી સરકારી શાળામાં સુધારો કરી મફતમાં શિક્ષણ આપવામાં આવશે. હાલમાં જે શાળામાં શિક્ષકોની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવશે.
દિલ્હીમાં આરોગ્યની સુવિધા સરકારી હોસ્પિટલમાં સારવાર મફતમાં આપવામાં આવશે. વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલની હાલત ખૂબ જ ખરાબ છે. જેના કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં 1 કરોડ લોકોને મફતમાં આરોગ્યની સુવિધા આપી રહી છે. આ કામ ગુજરાતમાં કરવામાં આવશે ગુજરાતના દરેક લોકોને સરકારી હોસ્પિટલમાં ઓપરેશન, મેડિકલ ચેકઅપ, દવા જેવી દરેક સુવિધા મફતમાં આપવામાં આવશે. દરેક ગામ અને શહેરમાં વોર્ડ દીઠ ક્લિનિક ખોલવામાં આવશે.