અમદાવાદઆ વર્ષના અંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) લઈ આમ આદમી પાર્ટી એક્શન મોડ પર જોવા મળી રહી છે. દટેક સમાજ હોય કે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે ટાઉન હોલ કાર્યક્રમ યોજીને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સરકાર જે માંગો સ્વીકારતા નથી, તે માંગ આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ તે માંગો પૂર્ણ કરવાની ગેરંટી આપવામાં આવી રહી છે.
અમે મફતની રેવડી આપીશુ જઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ( Aam Aadmi Party National Coordinator) અરવિંદ કેજરીવાલ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશની સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં (Gujarat Expensive electricity ) આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન, ધારાસભ્યો, સાંસદના પરિવારના લોકો બીમાર થાય તો સરકારના ખર્ચે લંડન સારવાર માટે જાય છે. ગુજરાતની જનતાને સારું શિક્ષણ, આરોગ્ય મફતમાં આપવામાં શું સમસ્યા થાય છે. આમ આદમી પાર્ટી જનતા હિત માટે અને સારી સુવિધા આપવા માટે મફતમાં રેવડી આપવી પડશે તો આપશે જ. મુખ્યપ્રધાનને 400 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે છે. ગુજરાતની જનતાને 300 યુનિટ મફત વીજળી (Free electricity to Gujarat people ) આપવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે.
રીક્ષા ચાલકો માટે 188 કલમ હટાવાશેગુજરાત રીક્ષા ચાલકો લઈને મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત રીક્ષા ચાલકને લઈ જે પોલીસ દ્વારા 188 કલમ (Gujarat Rickshaw Drivers Section 188) લગાવીને હેરાન કરવામાં આવે છે. તે નાબૂદ કરવામાં આવશે. આ સાથે રીક્ષા ચાલકો લાઇન્સ કામકાજ માટે RTO જવું (Rickshaw Drivers license for RTO) પડે છે. તે જવું નહીં પડે RTO કર્મચારીઓ ઘરે આવીને લાઇન્સ લગતી કામગીરી કરી શકશે. વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હીમાં પ્રથમ વખત સરકાર બનાવવામાં રીક્ષા ચાલકો સૌથી મોટો ફાળો હતો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પણ રીક્ષા ચાલકો સૌથી મહત્વનો ફાળો હશે. તે મને વિશ્વાસ છે.