અમદાવાદઃ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારોના ભરોસે 99 બેઠકો પર ભાજપને (Gujarat BJP) રોકવામાં સફળ રહી હતી. તે જ સમયે કોંગ્રેસ હવે 2022 માં જીતવાના લક્ષ્ય સાથે ફરી એકવાર તેની OBC વોટ બેંક પર રાજનીતિ (Political Parites in Gujarat) કરવા જઈ રહી છે. 2017માં કોંગ્રેસે 79 બેઠકો (Gujarat Congress) મેળવી હતી. તે પાટીદાર આંદોલનથી વિપરીત કોંગ્રેસ હવે તેનું પરંપરાગત રાજકારણ (Gujarat Assembly Election 2022) કરવા જઈ રહી છે. કોંગ્રેસે ફરી એકવાર 80ના દાયકામાં ઉપયોગમાં લેવાતી KHAM થિયરીને ચૂંટણી મેદાનમાં લાવવાનું શરૂ કર્યું છે. કેન્દ્રમાં તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મથામણ કરી જ રહી છે. પણ ગુજરાતમાં પણ ખૂબ મહેનત કરવી પડે એવી સ્થિતિ છે.
આ પણ વાંચોઃહવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ
હાંસિયામાં કોંગ્રેસઃ ગુજરાતમાં પણ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. કારણ કે અંદરો અંદરની ખેચતાણે કોંગ્રેસને 27 વર્ષમાં ક્યારેય સત્તાની ખુરશી મળી નથી. તો બીજી તરફ વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા બે ચહેરાઓને મેદાનમાં લાવવા કોંગ્રેસનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. કારણ કે જ્યાં ભાજપમાં એક તરફ પાટીદાર ચહેરાને પ્રભૂત્વ મળી રહ્યું છે. ત્યાં કોંગ્રેસે OBC અને ST-SC મતદારોને પોતાના તરફી કરવાનો માસ્ટર સ્ટ્રોક રમી નાંખ્યો છે. માત્ર જ્ઞાતિલક્ષી સમીકરણની રાજનીતિ થઈ રહી છે.
જ્ઞાતિની વસ્તીઃત્રણેય ચહેરાઓના પ્રભૂત્વની વોટબેંક આધારે વાત કરીએ તો જગદીશ ઠાકોર OBC સમાજમાંથી આવે છે. ગુજરાતમાં OBC સમાજની વસ્તી અંદાજીત 41 ટકા છે. જેમાં સૌથી વધુ કોળી અને ઠાકોર સમાજની વોટબેંક છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું વર્ચસ્વ છે. સમગ્ર OBC વોટબેંક પર જગદીશ ઠાકોર અસર કરી શકે છે. બીજી તરફ સુખરામ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે. ગુજરાતમાં આદિવાસી સમાજની વસ્તી 14.75 ટકા છે. જ્યારે જિગ્નેશ મેવાણી દલિત સમાજમાંથી આવે છે. ગુજરાતમાં SC મતદારોની વસ્તી 6.75 ટકા છે. કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક સીધી રીતે 62.5 ટકા વોટબેંક પર અસર કરી શકે છે. આ સિવાય પણ લધુમતી સમાજને કોંગ્રેસની વોટબેંક માનવામાં આવે છે.