- આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા કરવામાં આવી એપ્લિકેશન
- તમામ રાજ્યોમાં માતૃભાષામાં એપ્લિકેશન કરાશે લૉન્ચ
- સૌપ્રથમ ગુજરાતમાં એપ્લિકેશન કરવામાં આવી લૉન્ચ
અમદાવાદ: આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં એલીમેન્ટ્સ એપ-ગુજરાતી ઈ-લોન્ચના પ્રસંગે ગુજરાતના પ્રતિભાશાળી કલાકારોની વિશેષ બેઠકનું 6 નવેમ્બરનાં રોજ આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. એલિમેન્ટ્સ એપ ભારતનાં બધાં રાજ્યોમાં, માતૃભાષામાં લોન્ચ થશે. ગુજરાત સૌથી પહેલું રાજ્ય છે, જ્યાં એપનું ઈ-લોન્ચ કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાને કરી એપ્લિકેશન લૉન્ચ
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી એલીમેન્ટ્સ એપનું વિમોચન કર્યું હતું અને જણાવ્યું હતું કે "આ એપ લોકોને એક બીજા સાથે જોડવામાં મદદરૂપ થશે તથા આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે એવી આશા રાખું છું."એલીમેન્ટ્સ એક ભારતીય એપ છે, જે શ્રી શ્રી રવિશંકરની પ્રેરણાથી બનાવવામાં આવી છે.
એપ્લિકેશનના વિશિષ્ટ પાસાઓ
1 -ઓડિયો ફર્સ્ટ - શ્રાવ્ય પ્રધાન ભારતીય એપ
2- વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ
3- કોલ્સ-સેવામાં અવાજની સ્પષ્ટતા
4- વોઇસ નોટ્સને કૅપ્શન- શીર્ષક આપી શકાશે, જેથી મેસેજની અગ્રીમતા - પ્રાયોરિટી જાણી શકાશે.
5 - 300 મેમ્બર્સનું ગ્રુપ બનાવવાની સુવિધા