ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂત અગ્રણી પાલ આંબલીયાની ધરપકડ, રાજકોટ પોલીસે CMના ઈશારે ખેડૂત નેતાને માર માર્યો: કોંગ્રેસનો આક્ષેપ - પાલ આંબલીયાની રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણા ન્યૂઝ

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનને કારણે ખેત પેદાશોના ભાવ રાતો રાત ગગડી રહ્યાં છે. દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોના સમર્થનમાં અને યોગ્ય ભાવની માંગ સાથે બુધવારે સાંજના ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન એટલે કે, ખેડૂત અગ્રણી નેતા પાલ આંબલીયાની રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણા કરીને વિરોધ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. પાલ આંબલીયાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસે પાલ આંબલીયાની ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં તેને ઢોર માર માર્યોનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ સંબોધીને સરકારને અત્યાચારી ગણાવી હતી.

amit chavda
અમદાવાદઃ ખેડૂત અગ્રણી નેતા પાલ આંબલીયાની ધરપકડ, કોંગ્રેસે કર્યા આક્ષેપ

By

Published : May 21, 2020, 5:13 PM IST

અમદાવાદઃ તમને જણાવી દઇએ કે. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસ કિસાનના નેતા પાલ આંબલિયા કલેક્ટર કચેરીએ ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈને વિરોધ કરવા પહોંચ્યાં હતાં. પાલ આંબલિયાના વિરોધ વચ્ચે પોલીસે તેમની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશનમાં તેઓને લઇ જવાયા હતાં. જોકે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે, પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે, જેથી આ વિવાદ વધારે વકર્યો છે.

અમદાવાદઃ ખેડૂત અગ્રણી નેતા પાલ આંબલીયાની ધરપકડ, કોંગ્રેસે કર્યા આક્ષેપ

પાલ આંબલિયાની ધરપકડ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, ‘પાલ આંબલિયાએ ખેડૂતોના પ્રશ્નને વાચા આપી એટલે પોલીસે ઢોર માર માર્યો. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને અત્યાચારી છે. રાજકોટ પોલીસ CM રૂપાણીના ઈશારે મારી રહી છે. ચાવડાએ વધુમાં કહ્યું કે, પોલીસ અને સરકાર ખેડૂતો અને પાલ આમહલિયાની માંફી માંગે. તેમજ જે પોલીસ અધિકારીઓએ માર માર્યો છે એમની વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ. રાજકોટમાં મુખ્યપ્રધાનનું હોમટાઉન છે એટલે પોલીસ બધું ઢાંકવા માંગે છે અને હોમટાઉનમાં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના હક માટે લડવું એ આ સરકારમાં ગુનો છે.’

ABOUT THE AUTHOR

...view details