રાણીપમાં આંદોલન શરૂ થતાં પહેલાં જ NSUI કાર્યકર્તાઓની ધરપકડ
કોંગ્રેસ દ્વારા શાળા સંચાલકો દ્વારા મનમાની ફી વસૂલવાનો મુદ્દો હજુ પણ શમ્યો નથી. સરકારે 25 ટકા ફીની વાત કરી જોકે કોંગ્રેસની માગણી હતી કે એક સત્રની ફી માફ કરવામાં આવે. અમદાવાદના રાણીપમાં શાળા ફીના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવનાર હતો. જોકે કાર્યક્રમની શરુઆતે જ કાર્યકર્તાઓને પોલીસે ડીટેઇન કરી લીધાં હતાં.
રાણીપમાં આંદોલન શરૂ થતાં પહેલાં જ એનએસયુઆઈ કાર્યકર્તાઓની ધરપકડ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જે 25 ટકા ફીની જે જાહેરાત કરવામાં આવી છે તે લોલીપોપ સમાન છે ત્યારે NSUI અનોખી રીતે આ લોલીપોપનો વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને યોગ્ય રજૂઆત કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કલેકટર કચેરીએે યોજવામાં આવ્યો હતો.