ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ શહેર કંટ્રોલરૂમમાં ફોન કરી અપશબ્દો બોલનાર યુવકની ધરપકડ - અમદાવાદ શહેર પોલિસ કંટ્રોલ રુમ

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ગાળો ભાંડનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. 10મી જૂનના રોજ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં એક યુવકે ફોન કરીને મહિલા કોન્સ્ટેબલને ગાળો ભાંડી હતી. જેની જાણ માધુપુરા પોલીસને થતાની સાથે જ પોલીસ તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ  શહેર કંટ્રોલરૂમમાં ફોન કરી અપશબ્દો બોલનાર યુવકની ધરપકડ
અમદાવાદ શહેર કંટ્રોલરૂમમાં ફોન કરી અપશબ્દો બોલનાર યુવકની ધરપકડ

By

Published : Jun 11, 2020, 5:18 PM IST

અમદાવાદઃ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને અપશબ્દો બોલવા એક યુવાનને ભારે પડ્યાં છે. 10મી જૂનના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને એક યુવાને મહિલા કોન્સ્ટેબલને અપશબ્દો બોલ્યાં હતાં. જે બાદમાં મોબાઈલ નંબરના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ અમિત પ્રજાપતિ છે અને કઠવાડા રોડ પર રહે છે. જેથી પોલીસ દ્વારા નરોડા પોલીસને આ સમગ્ર બાબતની જાણ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને માધુપુરા પોલીસને સોંપ્યો છે.

અમદાવાદ શહેર કંટ્રોલરૂમમાં ફોન કરી અપશબ્દો બોલનાર યુવકની ધરપકડ
જો કે, પોલીસનું કહેવું છે કે, આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, કૌટુંબિક ઝઘડાને કારણે તે માનસિક રીતે હતાશ થઈ ગયો હતો. આ કારણથી જ તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. આરોપી વીડિયોગ્રાફીનું કામ કરી રહ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસ આ મામલે IPC કલમ 294 (ખ) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details