ગુજરાત

gujarat

ETV Bharat / city

54 હથિયારો સાથે 9ની ધરપકડ, અમદાવાદ ATSની મોટી સફળતા - એટીએસ સર્વેલન્સ

રાજ્યભરમાં હાઈએલર્ટ વચ્ચે પોલીસ અને તમામ એજન્સીઓ દ્વારા કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ATS દ્વારા નાર્કોટિક્સ, આર્મ્સ જેવા ઓર્ગેનાઇઝડ ક્રાઈમ પર સર્વલેન્સ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન હથિયારોનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે.

54 હથિયારો સાથે 9ની ધરપકડ, અમદાવાદ ATSની મોટી સફળતા
54 હથિયારો સાથે 9ની ધરપકડ, અમદાવાદ ATSની મોટી સફળતા

By

Published : Jun 20, 2020, 6:47 PM IST

અમદાવાદઃ ATSને મળેલી બાતમીના આધારે વાંકાનેરના મુસ્તાક બલોચ તથા કોઠ-ગાંગડના વાહીદખાન પઠાણને પીસ્ટલ અને 4 કારતૂસ સાથે ઇસ્કોન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યાં હતાં. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, જોધપુર ગામ રોડ પર રામદેવનગરમાં આવેલ તરુણ ગન હાઉસના મલિક તરુણ ગુપ્તા પાસેથી ખરીદેેલું હતું અને અન્ય વ્યક્તિઓને પણ તરુણ ગુપ્તા પાસેથી ગેરકાયદેે હથિયાર અપાવ્યાં હતાં.

54 હથિયારો સાથે 9ની ધરપકડ, અમદાવાદ ATSની મોટી સફળતા
જે બાદ અન્ય લોકોની માહિતી મેળવી અમરેલી,વાંકાનેર,ચોટીલા,અમદાવાદ,જામનગર સહિતની અલગ અલગ જગ્યાએ ATSની જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરીને 9 આરોપીઓને પકડી લેવામાં આવ્યાં હતાં અને તેમની પાસેથી ફોરેનમેડ રિવોલ્વર,પીસ્ટલ,માઉઝર તેમ જ ભારતીય ઓર્ડિનન્સ બનાવટની રાઇફલ મળી કુલ 54 જેટલા ગેરકાયદે હથિયાર અને 44 કારતૂસો પકડાયાં હતાં જેની કિંમત અંદાજે 80 લાખ રૂપિયા જેટલી છે.સમગ્ર મામલે હથિયાર આપનાર તરુણ ગુપ્તા હાલ કચ્છમાં અન્ય ગુનામાં પોલીસ કસ્ટડીમાં છે ત્યારે તેની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને ત્રણ ગનહાઉસનો સ્ટોક પણ ચકાસવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details