ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારે પવન સાથે પડેલા વરસાદમાં અમદાવાદ એરપોર્ટ પર 5 જેટલા પ્લેનને નુક્સાન - પવન

અમદાવાદમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. અમદાવાદમાં પડેલા સિઝનના પ્રથમ વરસાદમાં જ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉભેલા પાંચથી વધુ પ્લેનને નુકસાન થયું હતું. બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે વિમાનની પાંખ અને સીડીઓને નુકસાન થયું હતું. સાથે સાથે સાઇન બોર્ડને પણ નુકસાન થયું હતું..

ભારે પવન સાથે પડેલા વરસાદમાં અમદાવાદ એરપોર્ટ પર 5 જેટલા પ્લેનને નુક્સાન
ભારે પવન સાથે પડેલા વરસાદમાં અમદાવાદ એરપોર્ટ પર 5 જેટલા પ્લેનને નુક્સાન

By

Published : Jun 17, 2021, 10:38 PM IST

  • અમદાવાદમાં પ્રથમ વરસાદે સર્જી તારાજી
  • રન-વે પર ઉભેલા 5 થી વધુ પ્લેનમાં નુકસાન
  • ભારે પવનના કારણે વિમાનની પાંખ અને લેડરને નુકસાન

અમદાવાદ: સિઝનના પ્રથમ વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. અમદાવાદ શહેરમાં માત્ર એક કે બે ઇંચ વરસાદમાં જ ગરનાળાઓ અને ગટરો ઉભરાઈ હતી. જેને કારણે વોટર ડ્રેનેજ સિસ્ટમ પાછળ લાખો રૂપિયા ખર્ચની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખૂલી ગઈ હતી. બીજી તરફ ભારે વરસાદ અને પવનના કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉભેલા પાંચથી વધુ વિમાનોમાં નુકસાન થયું હતું. વરસાદના કારણે વિમાનની પાંખ અને લેડરને નુક્સાન થયું હતું. આ સાથે જ સાઇન બોર્ડને પણ નુકસાન થવા પામ્યું હતું.

40થી 50 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો પવન

અમદાવાદમાં શહેરમાં બપોર બાદ વાદળો અને સૂર્યનારાયણ વચ્ચે સંતાકૂકડી જેવો ખેલ સર્જાયો હતો. જેમાં થોડીવાર માટે અંધારપટ તો થોડી વારમાં તડકો જોવા મળતો હતો. વરસાદે મોડી સાંજે અચાનક જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવનના કારણે અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરેલા ઈન્ડિગો અને ગો ફર્સ્ટ ના પ્લેન પરસ્પર ટકરાયા હતા. પાંચથી વધુ વિમાનો એકબીજા સાથે ટકરાતા ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. આશરે 40થી 50 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને અમદાવાદમાં તારાજી સર્જી હતી. સૂત્રોના મતે પ્લેનમાં પેસેન્જરને નીચે ઊતરવા માટેની સીડી પણ પવનને કારણે ફંગોળાઇને નીચે પડી ગઈ હતી સદ્નસીબે આ સમગ્ર ઘટનામાં કોઈને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. ઈન્ડિગોના ત્રણ એરોપ્લેનમાં નાનું મોટું નુકસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details