અમદાવાદ :અમદાવાદ ખાતે થોડા દિવસ પહેલા જગદીશ ઠાકોર (Jagdish Thakor Statement) આપેલા વિવાદિત નિવેદન કારણે બજરંગ દળ દ્વારા વહેલી સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હજ હાઉસ લખી અને કોંગ્રેસના નેતા પર કાળી શાહી લગાવતા (Bajrang Dal Protest) ખળભળાટ જોવા મળ્યો હતો. જેમાં કારણે ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કેમ મોંઘવારી પર વેટ કરવામાં આવતી નથી. ખેડૂતની આવક ડબલ નહીં પણ (Arjun Modhwadia Attack on BJP) તેમના મિત્રોની આવક ડબલ થઈ છે.
"ઠાકોરની પૂરી સ્પીચ દર્શાવવામાં આવી નથી" - અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જે જગદીશ ઠાકોર નિવેદન આપવામાં આવ્યું હતું. તે તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા ગઈકાલે રાત્રે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેને પગલે વહેલી સવારે (Jagdish Thakor Minority Controversy) બજરંગ દળના લોકોએ કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પ્રદૂષિત કરી છે.જગદીશ ઠાકોરની પૂરી સ્પીચ દર્શાવવામાં આવી નથી. ભૂતકાળમાં પણ મનમોહન સિંહ સ્પીચને પણ ભાજપ સરકારે આવી રીતે દર્શાવી હતી.
દેશની તિજોરી પર જનતાનો અધિકાર છે -વધુમાં જણાવ્યું હતું કે, દેશની તિજોરી પર દેશની પ્રજા એટલે સામાન્ય જનતાનો અધિકાર છે. પરંતુ હાલમાં તેવું લાગી રહ્યું છે. મોંઘવારીનો ડામ આપીને સરકારની તિજોરી પર અંબાણી અને અદાણી હોય છે. જનતાની આવક ડબલ થઈ નથી. પરંતુ તેમના મિત્રોની આવક ડબલ થઈ રહી છે. આ સરકાર ગરીબોની નહીં પણ ઉદ્યોગપતિની સરકાર છે. દેશનો ખેડૂત વર્ગ દેવા પાછળ જઇ રહ્યો છે ને ભાજપ ઉદ્યોગપતિના 8 કરોડના દેવા માફ કરી રહી છે.