- આઈશાના પતિ આરિફને પોલીસ દ્વારા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો
- પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી
- કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ:થોડા દિવસ પહેલા ચર્ચિત થયેલી આઈશાની આત્મહત્યા બાબતે આજે પોલીસ દ્વારા કોર્ટમાં પતિ આરિફને લાવવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીનો ફોન કબ્જે લેવા ઉપરાંત દહેજ, અન્ય યુવતી સાથેના સંબંધો લઈ પૂછપરછ કરવા રિમાન્ડ કરી માગણી કરી હતી. ફરિયાદીના વકીલ ઝફરખાન પઠાણ મુજબ, આઈશાએ મોતની 10 મિનિટ પહેલા આરોપી પતિ સાથે બાળક અંગે વાતચીત કરી હતી. આરોપીઓએ ભેગા મળી ત્રાસ આપ્યો હોવાની રજૂઆત કરી હતી.
વાંચો: આયશા આત્મહત્યા કેસઃ ETV BHARATએ કેસ લડી રહેલા વકીલ સાથે વાત કરી