અમદાવાદઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે અમદાવાદને પાણી પૂરૂં પાડતા ધરોઈ ડેમમાં સતત પાણીની આવક (Constant water revenue in Dharoi Dam) થઈ રહી છે. તેના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ પર લોકોને ન જવા માટે સૂચના (Riverfront Walkway Closed) આપવામાં આવી છે.
નદીમાં છોડાશે નવું પાણી બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી 60થી 80,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં ધરોઈ ડેમમાં પાણીનું સ્તર 188.680 મીટર છે. એટલે કે, કુલ સંગ્રહ ક્ષમતાના 88.74 ટકા પાણી ડેમમાં છે. તેવામાં વધુ 1,00,000 ક્યૂસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે.
પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ધરોઈ ડેમમાં થઈ રહેલી પાણીની (Constant water revenue in Dharoi Dam) સતત આવકના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની આશંકાને પગલે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વોક વે બંધ (Riverfront Walkway Closed) કરી દેવામાં આવશે. ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં કુલ 1,00,000 ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવશે. આ છોડાયેલું પાણી રાત્રે 3 વાગ્યા આસપાસ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પહોંચે તેવી શક્યતા છે.
સાવચેતીના ભાગરૂપે વોકવે બંધ બુધવારે બપોર સુધીમાં વાસણા બેરેજની સપાટી 128 ફૂટ હતી. જ્યારે કુલ 7 ગેટને 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એવામાં ધરોઈ ડેમમાંથી (Constant water revenue in Dharoi Dam) વધુ પાણી સાબરમતીમાં છોડાતા વોક વે સુધી પાણી આવવાની (Riverfront Walkway Closed) પણ સંભાવના છે ત્યારે સાવચેતીના ભાગરૂપે રાત્રે 9 વાગ્યાથી જ વોક વેને બંધ (Riverfront Walkway Closed) કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.