ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ નક્કી થશે મેયર સહિતના હોદ્દેદારો - Parliamentary Board

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોર્પોરેશનમાં મેયર, સત્તા પક્ષના નેતા, વિપક્ષ નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક થોડા દિવસમાં થાય તેવી શક્યતાઓ છે, કારણ કે પ્રથમ કોર્પોરેશન બોર્ડ મળશે તે પહેલા તમામ હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવશે.

પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ નક્કી થશે મેયર સહિતના હોદ્દેદારો
પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ નક્કી થશે મેયર સહિતના હોદ્દેદારો

By

Published : Mar 1, 2021, 6:15 PM IST

  • પાર્લામેન્ટરી બોર્ડની મળશે બેઠક
  • બોર્ડ મળ્યા બાદ થશે હોદ્દેદારોની નિમણૂક
  • તમામ હોદેદારોની નિમણુક સાથે થાય તેવી શક્યતા

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોર્પોરેશનમાં મેયર, સત્તા પક્ષના નેતા, વિપક્ષ નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક થોડા દિવસમાં થાય તેવી શક્યતાઓ છે, કારણ કે પ્રથમ કોર્પોરેશન બોર્ડ મળશે તે પહેલા તમામ હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી હોવાના કારણે બોર્ડની બેઠક મળી શકી ન હતી. જોકે, હવે પાલૉમેન્ટરી બોર્ડની બેઠક મળી શકે છે અને તેમાં જ હોદ્દેદારોની નિમણૂક કરાશે. શિડ્યુલ કાસ્ટના મેયરની સીટ હોવાના કારણે ઘણી રસાકસી જોવા મળી રહી છે.

કોંગ્રેસ દ્વારા હજુ સુધી પક્ષ નેતાની નથી કરાઈ નિમણૂક

તમામ મહાનગરપાલિકાઓમાં કંગાળ દેખાવ કરનારા કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી કોઈપણ વ્યક્તિને પક્ષ નેતા તરીકે નિમણૂક કરી શક્યા નથી. જોકે 24 સીટ મેળવનારી કોંગ્રેસ દ્વારા પણ આગામી દિવસોમાં પક્ષના નેતા નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

ઓવૈશીની પાર્ટીએ પક્ષના નેતાની કરી નિમણૂક

કોર્પોરેશનની ચૂંટણીમાં 7 સીટો પર વિજય મેળવનારી AIMIMની પાર્ટી દ્વારા જમાલપુરના કાઉન્સિલ રફીક શેખની પક્ષના નેતા તરીકે નિમણૂક કરી હોવાની માહિતીઓ મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details