- Gtu ના બે અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ
- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નિયુક્તિ કરાઈ
- અધ્યાપક ડૉ.કૌશલ ભટ્ટ અને તુષાર પંચાલની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ
અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રણીય હરોળમાં સ્થાન ધરાવે છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે Gtuહંમેશા કાર્યરત હોય છે. આત્મનિર્ભર ભારત અભિયાનના પાયાના એકમ એવા ઈનોવેશન અને સ્ટાર્ટઅપમાં પણ Gtuદ્વારા વિશેષ પ્રમાણમાં કાર્ય કરવામાં આવે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા Gtuના અધ્યાપક ડૉ.કૌશલ ભટ્ટ અને તુષાર પંચાલની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ છે.