ગુજરાત

gujarat

ETV Bharat / city

કોલેજોમાં પણ ફી ઘટાડવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

કોરોના સમયે શિક્ષણ ક્ષેત્રે ઉદ્ભવેલા ઘણા પ્રશ્નોમાંથી ફી એક મોટો પ્રશ્ન છે ત્યારે સોમવારે ફી મુદ્દે થયેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. લૉકડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકીને ધ્યાને લઈ શાળાઓની જેમ કોલેજ ફીમાં પણ ઘટાડાની માગણી કરાઈ હતી.

કોલેજોમાં પણ ફી ઘટાડવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી
કોલેજોમાં પણ ફી ઘટાડવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

By

Published : Mar 22, 2021, 3:02 PM IST

  • કોલેજ ફીમાં ઘટાડો કરવા હાઇકોર્ટમાં માગ
  • ફીમાં 10 ટકા ઘટાડો કરવા સરકારની વિચારણા
  • શુક્રવાર સુધીમાં જવાબ આપવા કોર્ટનો આદેશ

આ પણ વાંચોઃચૂંટણીમાં જાહેરસભા અને વિજય સરઘસ નિકળ્યાં, જો ચૂંટણી 6 મહિના મોડી થઈ હોત તો કોરોના કાબુમાં આવ્યો હોતઃ ગ્યાસુદીન શેખનો હાઈકોર્ટને પત્ર

અમદાવાદઃ કોરોના મહામારીના કારણે દરેક વ્યક્તિને આવકમાં નુકસાન થયું છે. શાળાઓમાં ફી ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આવી જ રીતે કોલેજમાં પણ ફી ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સોમવારે આ અરજી પણ સુનાવણી થઈ હતી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, જો કોરોના મહામારીને કારણે સ્કૂલો ફી ઘટાડી શકે છે તો કોલેજોમાં ફી પણ ઘટાડી શકાય અને સરકાર ફીના મુદ્દે સ્કૂલ અને કોલેજ માટે અલગ અલગ ધોરણો રાખી શકે નહીં.

આ પણ વાંચોઃગીર સોમનાથમાં GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટનો આદેશ

એડવોકેટ જનરલની કોર્ટમાં મોટું નિવેદન

આ મુદ્દે એડવોકેટ જનરલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફી મુદ્દે બનાવાયેલી કમિટીઓએ 10 ટકા ફી ઘટાડો સૂચવ્યો છે અને રાજ્ય સરકાર આ મુદ્દે નિર્ણય લેશે. વધુ ફી ઘટાડા અંગે જો કોર્ટ ઓર્ડર કરે તો સરકાર એ મુજબ વર્તશે. હાઈકોર્ટે બંને પક્ષની રજૂઆતો સાંભળી શુક્રવાર સુધીમાં રાજ્ય સરકાર શુ નિર્ણય લેવા માગે છે. તે અંગે કોર્ટને જાણ કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details