અમદાવાદ: બાળકોના જૂવેનાઇલ કોર્ટમાં ફૂલટાઈમ સ્ટેનોગ્રાફરની નિયુક્તિ કરવાની માગ (Demand for Stenographer appointment in Juvenile Court) સાથે ક્રિમિનલ બાર એસોસિએશને મેટ્રો કોર્ટમાં રજૂઆત (Representation of the Criminal Bar Association in the Metro Court) કરી છે. સ્ટેનોગ્રાફરના અભાવના કારણે કેસમાં પણ ખલેલ પડતી હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.
તાત્કાલિક ધોરણે સ્ટેનોગ્રાફરની નિમણૂકની માગ - ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ભરત એચ. શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલે મેટ્રો કોર્ટને પત્ર લખીને જાણ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની જુવેનાઈલ કોર્ટમાં સ્ટેનોગ્રાફરના કારણે કામગીરીને ખૂબ જ અસર (Lack of stenographer in juvenile court) પહોંચી રહી છે. આજકાલ બાળકોના અને બાળ ગુનેગારોના કેસોની સંખ્યામાં ખૂબ જ ઝડપી વધારો થઈ રહ્યો છે. ત્યારે બાળકોના ગુનામાં ઝડપી ન્યાય મળે અને તેઓ હાલાકીનો ભોગ ન બને. તે માટે થઈને જુવેનાઈલ કોર્ટમાં તાત્કાલિક ધોરણે સ્ટેનોગ્રાફરની નિમણૂક કરવાની માગ (Demand for Stenographer appointment in Juvenile Court) કરવામાં આવી છે.
આ પણ વાંચો-સરકારી વકીલનું અપમાન એ સરકારનું અપમાન: રાજેન્દ્ર ત્રિવેદી