ગુજરાત

gujarat

ETV Bharat / city

App Roadmap Gujarat Election 2022: મહિલા અને શિક્ષણના મુદ્દાઓને લઈ ગુજરાત આપ ચૂંટણી લડશે - દિલ્હીના ધારાસભ્ય આતિશી

2022ની ચૂંટણી (App Roadmap Gujarat Election 20220)ને લઈને તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે ગઈકાલે કોંગ્રેસને નવા પ્રમુખ મળ્યા અને સી.એલ.પી લીડર મળ્યા ત્યારે આપએ મહિલા પાંખની વરણી કરી (Aap chose the women's wing) છે. જેમાં દિલ્હીના ધારાસભ્ય આતિશી બે દિવસીય ગુજરાત મુલાકાતે (Delhi Aap Mla in gujarat) છે, ત્યારે આ મુલાકાત દરમ્યાન ગુજરાત મહિલા પ્રદેશમાં હોદ્દાઓ અને જવાબદારી સોંપવામાં આવી છે.

App Roadmap Gujarat Election 2022: મહિલા અને શિક્ષણના મુદ્દાઓને લઈ ગુજરાત આપ ચૂંટણી લડશે
App Roadmap Gujarat Election 2022: મહિલા અને શિક્ષણના મુદ્દાઓને લઈ ગુજરાત આપ ચૂંટણી લડશે

By

Published : Dec 4, 2021, 9:23 PM IST

  • 2022ની ચૂંટણીને લઈને દરેક પક્ષો દ્વારા તૈયારી શરૂ
  • મહિલા, હેલ્થ અને શિક્ષણના પ્રશ્નોને લઈને આપ ચૂંટણી લડશે
  • ગુજરાત પ્રદેશમાં મહિલાઓને હોદ્દા અને જવાબદારી સોંપાઈ

અમદાવાદ:આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનું કદ વધારી રહી (AAP emerging powerful opposition in Gujarat) છે. દિલ્હીના ધારાસભ્ય આતિશી બે દિવસીય ગુજરાત મુલાકાતે (Delhi Aap Mla in gujarat) છે ત્યારે આજે આ મુલાકાત દરમ્યાન ગુજરાત મહિલા પ્રદેશમાં હોદ્દાઓ અને જવાબદારી સોંપવામાં આવી (Aap chose the women's wing) છે. આમ આદમી પાર્ટી મહિલા સંગઠન કમાન ગૌરી દેસાઈને સોંપી છે. જ્યારે ઉપપ્રમુખ, મહિલા મંત્રી મહામંત્રી જેવા હોદ્દાની પસંદગી કરવામાં આવી, સાથે સાથે જિલ્લામાં પણ મહિલા પ્રમુખોના નામ જાહેર (App Roadmap Gujarat Election 2022) કરવામાં આવ્યા છે અને જવાબદારી સોંપાઈ છે. તો સાથે સાથે આતિશીનું કહેવું હતું કે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

App Roadmap Gujarat Election 2022: મહિલા અને શિક્ષણના મુદ્દાઓને લઈ ગુજરાત આપ ચૂંટણી લડશે

ગુજરાતમાં મહિલાઓના ભણતરનો ખુબજ મોટો સવાલ

ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓના ભણતરનો ખુબજ મોટો સવાલ છે, તેમાં ભણતરનો અભાવ છે અને સરકારી સ્કૂલમાં ભણતર ખતમ થવાને આરે આવ્યું છે. ગુજરાતના વિકાસની જે વાત કરે છે, તે વિકાસ માત્ર કાગળ પર થયો હોય એવું લાગી રહ્યું છે. આતિશીએ જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ પૈસા ફેંકીને ચૂંટણી જીતે છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP Gujarat । Mission2022) લોકોના કામ કરીને જીત મેળવે છે. આગામી સમયમાં સંગઠન મજુબત બને તે માટે આપ કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો:ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

આ પણ વાંચો:AAP Complete 9 Years: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે અભિયાનની શરૂઆત કરી

ABOUT THE AUTHOR

...view details