SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી: દર્દી પોઝિટિવ હોવાની જાણ નહીં કરતા પરિવાર થયો સંક્રમિત - latest news of gujarat in SVP Hospital
ગુજરાતમાં કોરોનાની મહામારી પર અંકુશ મેળવી શકાયો નથી. તેમાં ઉંચો મૃત્યુદર રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આખા ગુજરાતના અડધા મૃત્યુ તો અમદાવાદ સિવિલમાં થયાં છે. અત્યાર સુધીમાં 351થી વધુના મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે. તો હવે ધીરે ધીરે SVP હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી રહી છે. વસ્ત્રાલના અસરાની પરિવારના પુત્રને પોઝિટિવ હોવા છતા તંત્રએ જાણ ન કરી જેના કારણે આખો પરિવાર સંક્રમિત થયો છે. ત્યારે SVP હોસ્પિટલની બેદરકારીથી વસ્ત્રાલના અસરાની પરિવાર પર જીવનું જોખમ ઉભુ થયું છે. વીડિયો વાઈરલ થવાથી આ વાતની જાણ થઈ છે.
SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આખા પરિવારનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જાણ થઈ કે, પરિવારને કોઈ લક્ષણો નથી અને બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ દર્દીના પિતાને બાદમાં જણાવી દર્દીને પોઝિટિવ છે તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો.