- જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટ વહેચણીથી હતા નારાજ
- જિલ્લા પંચાયતની ટિકિટ વિશ્વાસમાં લીધા વિના અપાતા રોષ
- કોંગ્રેસના બીજા મોટા નેતાએ પાર્ટીની કામગીરીથી નારાજ થઈને રાજીનામું ધરી દીધું
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ખેડાવાલાના રાજીનામાનો નાટ્યનો અંત હજી થાળે જ પડ્યો છે. ત્યા કિરીટ પટેલને જિલ્લા પંચાયતની ટિકિટ વિશ્વાસમાં લીધા વિના આપી દેવાતા રોષ ઠાલવ્યો હતો. રાજીનામા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મેસેજથી જાણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન કિરીટ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પછી કોંગ્રેસના બીજા મોટા નેતાએ પાર્ટીની કામગીરીથી નારાજ થઈને રાજીનામું ધરી દીધું હતું.
રાજીનામા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મેસેજથી જાણ કરી
જિલ્લા પંચાયતની ટિકિટ વિશ્વાસમાં લીધા વિના આપી દેવામાં આવતા રોષ ઠાલવ્યો હતો. રાજીનામા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મેસેજથી જાણ કરી છે. તો આવતીકાલે પ્રદેશ કાર્યાલય ખાતે અમિત ચાવડા સાથે મુલાકાત કરશે. અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતીકાલે રૂબરૂમાં રાજીનામું આપશે.
કિરીટ પટેલ વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર હતા
કિરીટ પટેલ વર્ષ 1995મા ભાજપની બેઠક પરથી વિસનગરમાંથી ચૂંટાયા હતા, પરંતુ તે દરમિયાન શંકરસિંહે ભાજપ સામે બળવો કરીને મુખ્યમંત્રી બન્યા ત્યારે કિરીટ પટેલ શંકરસિંહ સાથે રહ્યા હતા. અને તેમની સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ સાથે કિરીટ પટેલ વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર પણ બન્યા હતા. અને તેઓ લાલકૃષ્ણ અડવાણી સામે હાર માનવી પડી હતી. કોરોનાકાળ દરમિયાન કિરીટ પટેલ અને તેમના પત્ની પણ કોરોના થયો હતો.