- અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
- વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો હતો
- વિદેશી નાગરિક બની ખોટી ઓળખ ઉભી કરી વેરિફિકેશન કરાવતો હતો
અમદાવાદ: સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ તિલક સંજયભાઈ જોશી છે. જે સીમા હોલની સામે આવેલા હોલની સામે આવેલા પ્રેરણા આગમ ફ્લેટમાં બેસી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. તિલક જોશી પોતે કોલ સેન્ટર નથી ચલાવતો, પરંતુ ગુજરાત અને તેની બહાર ચાલતા કોલ સેન્ટરોમાં ઓથોરાઈઝર તરીકે કામ કરતો હતો અને છેતરપિંડીની 25 ટકા રકમ મેળવી લેતો હતો. સાયબર ક્રાઈમે આરોપી પાસેથી 8 મોબાઇલ, 4 લેપટોપ અને 6 કાર્ડ સ્વાઈપ મશીન કબજે કર્યા છે.
ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરીને બેંક વેરિફિકેશન કરાવતો
આરોપી તિલકની પૂછપરછ કરતા સામે આવ્યું કે, દેશભરના કોલ સેન્ટરોમાં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ જે વિદેશી નાગરિકોને માં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ જે કરવામાં આવતા હતા તેનો ડેટા સંચાલકો તિલકને મોકલી આપતા બાદમાં તિલક પોતે વિદેશી નાગરિક બનીને, ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરીને બેંક વેરિફિકેશન કરાવતો હતો. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ભોગ બનનારા લોકોના રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હતા.