અમદાવાદ :ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA ઈન્ટરમીડીયેટ મે 2022ની પરીક્ષાનું (CA Intermediate Exam) પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરમીડીયેટ પરીક્ષા મે 2022 માં લેવામાં આવી હતી આ પરીક્ષાનું આજે પરિણામ 21 જુલાઈના રોજ પરિણામ જાહેર થવા પામ્યું છે. પરીક્ષાર્થીઓ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ (CA Intermediate Exam Result) પરથી પરિણામ જોઇ શકશે. જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 4.2 ટકા આવ્યું છે, જ્યારે સમગ્ર દેશનું પરિણામ 5.46 ટકા આવ્યું છે.
622 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી - CA ફાઇનલ મે 2022નું પરિણામ 15 જુલાઈ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ICAIના અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન બિશન શાહે જણાવ્યું કે, અમદાવાદમાંથી કુલ 622 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ માટે પરીક્ષા આપી હતી. જેમાંથી 25 વિદ્યાર્થીઓ (CA Intermediate Exam result in Ahmedabad) બંને ગ્રુપમાં પાસ થયા હતા. ગ્રુપ એકમાં 1244 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓ પાસ થયા છે જે 10.93 ટકા છે. જ્યારે ગ્રુપ બેમાં 1268 વિદ્યાર્થીઓમાંથી 197 વિદ્યાર્થીઓ પાસ થયા છે જે 15.44 ટકા છે.
આ પણ વાંચો :સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર