અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સભ્ય અને અરવલ્લી ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્યઅનિલ જોષીયારાનું (Anil Joshiyara Passes Away) આજે (સોમવારે) નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે અમદાવાદ લવાયા હતા. જોકે, તેમની વધુ સારવાર ચેન્નઈમાં ચાલી રહી હતી, પરંતુ આજે તેમનું નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવી અંતિમવિધિ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વિટ કરી ડો. અનિલ જોષીયારાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો-ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
ડો. અનિલ જોષીયારાના પાર્થિવ દેહને એર એમ્બુલન્સથી પરત લવાશે -ડો. અનિલ જોષીયારાના પાર્થિવ દેહને એર એમ્બુલન્સના માધ્યમથી ગુજરાત લવાશે. ગુજરાત સરકારે આ એમ્બુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, અત્યારે કોંગ્રેસના દંડક સી. જે. ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર મુખ્યપ્રધાનને મળવા પહોંચ્યા છે. આજે રાત સુધી તેમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવે તેવી શક્યતા છે.
વિધાનસભામાં 2 મિનીટનું મૌન -કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના નિધન બાદ ગુજરાત વિધાનસભા ગૃહ મુલતવી (Gujarat Legislative Assembly adjourned) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ડો. અનિલ જોષીયારા સિનિયર ધારાસભ્ય હતા. તેમના નિધન બાદ (Anil Joshiyara Passes Away) ગૃહમાં 2 મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-ખોરાક વિના જીવતા અને સૂર્યમાંથી ઉર્જા લેતા હીરા રતન માણેકનું 84 વર્ષની વયે નિધન
કોંગ્રેસના ધારાસભ્યોએ આપી પ્રતિક્રિયા -કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે અનિલ જોષીયારાના નિધન અંગે જણાવ્યું (Congress Leaders on Anil Joshiyara Death) હતું કે, તેમના જવાથી (Anil Joshiyara Passes Away) કોંગ્રેસની સાથે ગુજરાતને પણ ખોટ વર્તાઈ છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તો કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ડો. અનિલ જોષીયારા મિલનસાર સ્વભાવના, સારા અને સરળ વ્યક્તિ હતા. કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચાલુ સત્રએ આવી માહિતી મળી તે દુઃખદ બાબત છે. તેઓ ખૂબ જ અભ્યાસુ માણસ હતા. સાથે જ તેઓ લોકોનો અવાજ કેવી રીતે ઉઠાવવો તે જાણતા હતા.
કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ -ડો. અનિલ જોષીયારાના નિધન અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા, ધારાસભ્ય વિરજી ઠુમ્મર, ધારાસભ્ય શૈલેષ પરમાર, સી. જે. ચાવડા, જસુ પટેલ, આનંદ ચૌધરી, પૂંજા વંશ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
કોંગ્રેસની સાથે ગુજરાતને ખોટ વર્તાઈઃ ગ્યાસુદ્દીન શેખ -કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે અનિલ જોષીયારાના નિધન (Congress Leaders on Anil Joshiyara Death) અંગે જણાવ્યું હતું કે, તેમના જવાથી કોંગ્રેસની સાથે ગુજરાતને પણ ખોટ વર્તાઈ છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તો કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ડો. અનિલ જોષીયારા મિલનસાર સ્વભાવના, સારા અને સરળ વ્યક્તિ હતા. ઉલ્લેખનીય છે કે, ડો. અનિલ જોષીયારા 5 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તેઓ શંકરસિંહ વાઘેલાની સરકારમાં રાજ્યના આરોગ્યપ્રધાન પણ રહી ચૂક્યા હતા.
ડો. અનિલ જોષીયારાની વિસ્તૃત માહિતી -અરવલ્લીમાં ભિલોડાના ચુનાખાણમાં તેમનો જન્મ 24 એપ્રિલ 1952ના દિવસે થયો હતો. તેમણે MBBS, MS (જનરલ સર્જન)નો અભ્યાસ કર્યો હતો. તેઓ શંકરસિંહ વાઘેલાની સરકારમાં આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા હતા.