ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના મહાજંગમાં આશાવર્કર અને આંગણવાડી બહેનો બની કોરોના વૉરિયર - અમદાવાદ કોરોના અપડેટ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. દેશ સહિત ગુજરાત રાજયમાં કોરોના વાઈરસના અનેક કેસ સામે આવી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે સંકલિત બાળ વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આરોગ્ય વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે.

anganwadi-sisters-became-corona-warriors
કોરોનાના મહાજંગમાં આશાવર્કર અને આંગણવાડી બહેનો બની કોરોના વૉરિયર

By

Published : Aug 4, 2020, 9:50 PM IST

અમદાવાદઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. દેશ સહિત ગુજરાત રાજયમાં કોરોના વાઈરસના અનેક કેસ સામે આવી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે સંકલિત બાળ વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આરોગ્ય વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે.

કોરોનાના મહાજંગમાં આશાવર્કર અને આંગણવાડી બહેનો બની કોરોના વૉરિયર

સમગ્ર રાજ્ય અત્યારે કોરોનાની મહામારીનો વૈશ્વિક રીતે સામનો કરી રહ્યું છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ડોક્ટર્સની સાથે રાજ્યની આંગણવાડીની બહેનો દ્વારા ગુજરાતના તમામ નાગરિકોની સુખાકારી માટે ઘરે-ઘરે જઇને બાળકો, સગર્ભા માતાઓ અને ઘરનાં તમામ સભ્યોનો COVID-19નો સર્વે કરવામાં આવી રહ્યો છે.

કોરોનાના મહાજંગમાં આશાવર્કર અને આંગણવાડી બહેનો બની કોરોના વૉરિયર
સંકલિત બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર મીનલબહેન મહેતાએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથો સાથ આઇ.સી.ડી.એસ વિભાગની આંગણવાડી બહેનો ખભેખભા મિલાવી કામગીરી કરી રહી છે. જિલ્લાના સાણંદ તાલુકાના 79 ગામનો સર્વે આંગણવાડીની 209 બહેનો તથા આરોગ્ય શાખાની આશા વર્કર બહેનોએ સાથે રહીને હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં દરેક બહેનોએ ટીમ બનાવીને દરેક ઘરે જઇને લોકોનું ટેમ્પરેચર માપવાનું, ખાસી, શરદી, તાવ શરીરમાં દુઃખાવો, શ્વાસમાં મુશ્કેલી પડતા વ્યક્તિઓની વિગતોનો સર્વે હાથ ધર્યો હતો. કોરોના અંગે સાવચેતી કેવી રીતે રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી.
કોરોનાના મહાજંગમાં આશાવર્કર અને આંગણવાડી બહેનો બની કોરોના વૉરિયર
મહામારીથી બચવા માટે સાબુ-સેનિટાઇઝરથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, ભીડમાં ન જવું જેવી સલાહ આપી લોકજાગૃતિનું કામ કરી રહી છે. જેમાં કોઇને બિમારી હોય તો આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા મોકલવામાં આવે છે. આશાવર્કર બહેનો દ્વારા દરેક ઘરોમાં સમજાવવામાં આવે છે કે, તેઓ સ્વચ્છતા જાળવે, વારંવાર હાથ ધોવે, કામ વિના બહાર ન જાય, ગરમ પાણી પીવે. આરોગ્ય કેન્દ્ર દ્વારા અપાયેલા ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ નિયમિત રીતે પીવામાં આવે. બાળકો અને વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જેવી પ્રાથમિક માહિતી પુરી પાડવામાં આવી હતી. આ સાથે દરેક ઘરનો સર્વે થયા બાદ તે ઘરને નંબર આપવામાં આવે છે. તથા ફરીવાર તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે. કોવિડ સેન્ટર પર જે નાગરિકોને ટેસ્ટ કરાવવો હોય તે ફ્રીમાં ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details