ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જતી ST બસમાંથી આંગડીયાકર્મીઓનું અપહરણ, 5 કિલો સોનું અને ઘરેણાંની લૂંટ - ક્રાઈમ ન્યૂઝ

બાવળા બગોદરા હાઈવેના કલ્યાણગઢ ગામ પાસે લૂંટનો બનાવ બન્યો હતો. કામધેનુ કંપની નજીક પસાર થતી રાજકોટ જતી બસને આંતરી સફેદ કારમાં આવેલ 6 શખ્સોએ બસમાં પ્રવાસ કરી રહેલા 2 આંગડીયા પેઢીના કર્મચારીઓનું અપહરણ કરી લીધું હતું. આ આંગડીયાકર્મીઓ પાસેથી 5 કિલો સોનું અને ઘરેણાંની લૂંટ પણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી છે.

રાજકોટ જતી એસટી બસમાંથી આંગડીયાકર્મીઓનું અપહરણ, લૂંટી લીધાં 5 કિલો સોનું અને ઘરેણાં
રાજકોટ જતી એસટી બસમાંથી આંગડીયાકર્મીઓનું અપહરણ, લૂંટી લીધાં 5 કિલો સોનું અને ઘરેણાં

By

Published : Feb 25, 2021, 8:45 PM IST

  • સફેદ કારમાં આવેલા આરોપીઓએ ઇન્કમટેક્સમાંથી આવ્યાની આપી ઓળખ
  • રતનપોળ અમદાવાદના આંગડિયા પેઢીના 2 કર્મચારીઓનું કરાયું અપહરણ
  • આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે રહેલ 5 કિલો સોનું અને સોનાના ઘરેણાં સાથે અપહરણ

અમદાવાદઃ જિલ્લાના બગોદરા પાસે બનેલી અપહરણ અને લૂંટની ઘટના બની છે. આ ઘટના અંગે બગોદરા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે ધોળકા DySP રીના રાઠવા અને ધોળકા પી.આઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બગોદરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રતનપોળ ખાતે આવેલા પટેલ માધવલાલ મગનલાલ એન્ડ કું નામની આંગડિયા પેઢીમાંથી એક પાર્સલ લઇ ચઇનાજી લાલુજી પરમાર રતનપોળમાં આવેલ અન્ય પેઢી અમૃતલાલ માધવલાલ એન્ડ કું નામની આંગડિયા પેઢીમાંથી એક પાર્સલ લઇ નિર્ધારિત સ્થળે પહોંચાડવા નીકળ્યા હતા.

લૂંટારુઓએ આંગડીયાકર્મીઓને ખોટી ઓળખ આપી ઊતાર્યા

બન્ને આંગડીયાકર્મી અમદાવાદ ગીતા મંદિરથી ST બસમાં દેશી રાજકોટ જતા હતા, ત્યારે સવારના 8 30 કલાક ઉપરોક્ત સ્થળે સફેદ કલરની કાર બસની આગળ ઉભી રાખી અપહરણકારોએ બન્ને આગડીયા પેઢીના કર્મચારીઓનેે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી નીચે ઊતારી દીધા હતા અને તેમની પાસે રહેલાં 2 પાર્સલ ઝૂંટવી લઈ બસમાંથી તેમને ઉતારી તેમની સફેદ કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.

પોલીસે 4 ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો

આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ પાસેથી મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 5,000, તથા પાંચ કિલો સોનું અને સોનાના ઘરેણાં ઝૂંટવી લઈ બન્ને કર્મચારીઓને રડુ ગામ નજીક ઉતારી 6 શખ્સો પલાયન થઈ જવાની ઘટના બગોદરા પોલીસમાં નોંધાઇ છે. આ અપહરણ અને લૂંટની ઘટના સંદર્ભે ધોળકા DySP રીના રાઠવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડોગ સ્કવોડ, એફ.એસ.એલ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો સાથે CCTV ફૂટેજ પણ મેળવી અપહરણ અને લૂંટની ઘટનાના અજાણ્યા ઇસમોને ઝડપી લેવા અલગ અલગ ચાર ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details