- આણંદની 2 યુવતીએ એક વર્ષ અગાઉ ગુમાવી હતી માતા
- બંને યુવતીઓ પાસે કલાનો ખજાનો છે
- એક દીકરીએ માતાની યાદમાં ચિત્ર દોર્યા તો બીજી દીકરીએ કવિતાનું પુસ્તક લખ્યું
- અમદાવાદના રવિશંકર રાવળ કલાભવનમાં બંને મહિલાનું પેઈન્ટિંગ એક્ઝિબિશન યોજાયું
- એક અઠવાડિયા સુધી યોજાયેલા એક્ઝિબિશનનો કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે કરાવ્યો પ્રારંભ
અમદાવાદઃ શહેરમાં રવિવારે આણંદની 2 યુવતીની (Anand Sisters) પેઈન્ટિંગ કલાનું એક્ઝિબિશન (Painting Exhibition) યોજાયું હતું, જેમાં કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર (Cabinet Minister Pradip Parmar) ઉપસ્થિત રહ્યા હતા. આ બંને યુવતીઓએ એક વર્ષ પહેલા લાંબી બીમારી પછી પોતાની માતા ગુમાવી હતી. ત્યારબાદ બંને બહેનો 9 મહિના સુધી આઘાતમાં હતી. જોકે, આ બંને કલાકાર બહેનોએ પોતાની કલાથી પોતાની માતાને કલાંજલિ અર્પણ કરી છે, જેમાંથી એક બહેન માતા અને બાળકના વાત્સલ્ય દર્શાવતી પેઈન્ટિંગ્સ બનાવે છે. તો બીજી બહેન આ પેઈન્ટિંગ્સને કાવ્યાત્મક સ્વરૂપ આપે છે. ત્યારે અમદાવાદમાં પણ આ બંને બહેનોની કલાનું પ્રદર્શન કરવા એક્ઝિબિશન યોજાયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
બંને મહિલાઓએ પોતાની કળાથી માતાને અમર કરી
કહેવાય છે કે, કલા એક એવું માધ્યમ છે કે, જ્યાં કલાકાર તેની કલાકૃતિ થકી સદૈવ માટે અમર બની જાય છે. આવું જ એક સપનું સાકાર કરવા આણંદની 2 બહેનોએ જેમણે વર્ષ 2020માં પોતાની માતા છત્રછાયા ગુમાવી હતી. તેમણે પોતાની માતાને અનોખી રીતે શ્રદ્ધાંજલી પાઠવી છે.
આ પણ વાંચો-આજથી થયો ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન