- અમદાવાદમાં કોરોનાકાળમાં માનવતા મહેકી
- કોવિડ દર્દીઓના સગાઓ માટે રહેવાની ઉભી કરવામાં આવી વ્યવસ્થા
- આનંદ નિકેતન સ્કૂલમાં શરૂ કરવામાં આવી સુવિધા
અમદાવાદ: જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને આનંદ નિકેતન સ્કૂલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હાલ સ્કૂલ ફિઝિકલી રીતે બંધ છે તેવામાં કોરોના દર્દીના પરિવારજનો કોવિડ ટેસ્ટ કરાવીને દર્દી સાજા ના થાય ત્યાં સુધી સગા સંબંધી અહીં રહી શકશે. ત્યારે તેમના માટે એકોમોડેસન અને અને ફૂડની વ્યવસ્થા પણ ફ્રીમાં કરવામાં આવશે આ ઉપરાંત તમામ પ્રકારની સાવચેતી તેમજ જરૂરિયાત પ્રમાણે સવલત સ્કૂલ દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કરી સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટી બનાવવાની માગ
માણસ જ માણસ કામમાં આવે છે
સ્કૂલના ટ્રસ્ટીનું કહેવું છે કે હાલ મહામારીને પહોંચી વળવા માટે માણસ જ માણસને કામ આવે છે અને અમે હાલની પરિસ્થિતિને લઈને આ પ્રકારની વ્યસવસ્થા કોઈને કામ આવે તે હેતુને લઈને આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જરૂર જણાશે તો અનેક વ્યવસ્થાઓ સ્કૂલ દ્વારા ઉભી કરવામાં આવશે.