ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ જિલ્લામાં વધ્યું વરસાદનુ પ્રમાણ, આ વર્ષે 33 ટકા વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમદાવાદ જિલ્લામાં ગતવર્ષે અને આ વર્ષે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં ગત વર્ષે 21 જુલાઈએ સરેરાશ 90 મીલીમીટર જ વરસાદ નોંધાયો હતો, જે આ વર્ષે 232 મીલીમીટર જેટલો નોંધાયો છે. આ માહિતીને ટકાવારીની દૃષ્ટિએ જોતા ગત 2019માં 21 જુલાઈએ સિઝનનો માત્ર 12.97% વરસાદ થયો હતો, જે આ વર્ષે 33.17% જેટલો થયો છે.

અમદાવાદ જિલ્લામાં વધ્યુ વરસાદનુ પ્રમાણ, આ વર્ષે 33 ટકા વરસાદ નોંધાયો
અમદાવાદ જિલ્લામાં વધ્યુ વરસાદનુ પ્રમાણ, આ વર્ષે 33 ટકા વરસાદ નોંધાયો

By

Published : Jul 21, 2020, 10:29 PM IST

અમદાવાદ: ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સિઝનની સરેરાશનો સૌથી વધુ એટલે કે 46.10% વરસાદ પડ્યો છે, જ્યારે દસક્રોઈ તાલુકામાં આ પ્રમાણ સૌથી ઓછું એટલે કે 19.76% છે.

અમદાવાદ જિલ્લામાં વધ્યુ વરસાદનુ પ્રમાણ, આ વર્ષે 33 ટકા વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 232 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આ સિઝનમાં સૌથી વધુ વરસાદ ધોળકા તાલુકામાં 342 મીલીમીટર જેટલો નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વિરમગામ તાલુકામાં 174 મીલીમીટર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકામાં 11 મીલીમીટરને બાદ કરતાં એક પણ તાલુકામાં વરસાદ થયો નથી.

ABOUT THE AUTHOR

...view details