- અમદાવાદ એરપોર્ટમાં કોવિડ ગાઇડ લાઇન્સના પાલન માટે ઉભી કરાઇ સિસ્ટમ
- 4 કસ્ટમર કેર એઝ્કિયુટીવ ઓફિસરને આપી ગ્રાઉન્ડની જવાબદારી
- 10 કોરોના ટેસ્ટ માટેના કાઉન્ટર ઉભા કરાયા
અમદાવાદ:ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 93 લોકોના નિધન થયા છે ત્યારે અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો, કોરોના વિદેશથી ગુજરાતમાં પ્રવેશે નહી તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કુલ-20 જેટલા RT-PCR સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 10 અને ડોમેસ્ટીક એરપોર્ટ પર 10 કાઉન્ટર કોરોના ટેસ્ટિંગ માટે ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા
RT-PCR ટેસ્ટ માટે હવે ઓનલાઇન સિસ્ટમ આવશે
વર્તમાન સમયમાં કોઇ પણ વ્યક્તિ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવે તો ફોર્મ ભરીને RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં પેસેન્જરે ફરજિયાત ફોર્મ ભરવું પડે છે. જેથી સમયનો બગાડ અને વધુ પ્રમાણમાં ભીડ થતી હોય છે, ત્યારે હવે એરપોર્ટ દ્વારા ટૂંક સમયમાં સિસ્ટમને હટાવીને ઓનલાઇન સિસ્ટમ કરવામાં આવશે. જેથી પેસેન્જરે ઓનલાઇન ફોર્મ ભરીને ગણતરીની મિનિટોમાં જ RT-PCR ટેસ્ટ કરાવીને ઘરે જઇ શકશે. જેમાં પેસેન્જરે ફરજિયાત 7 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે અને જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો કોર્પોરેશન દ્વારા તેમને જાણ કરીને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવશે.