- અમદાવાદમાં મિત્રતાને કલંક લાગે તેવો કિસ્સો સામે આવ્યો
- NRI મહિલાને તેના જ મિત્રોએ છેતરી
- જમીન અને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી ઠગાઈ કરી
અમદાવાદ: શહેરમાં મિત્રતાને કલંક લગાવતો કિસ્સો (frauid in ahmedabad) સામે આવ્યો છે. જેમાં 25 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલી NRI મહિલા (Fraud with NRI woman) સાથે તેમના જ ક્લાસમેટ મિત્રોએ મહિલા સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોના અને જમીનમાં રોકાણ કરાવવાની લાલચ આપીને રૂપિયા એક કરોડ 99 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સોલા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધયો છે અને એક મહિલા સહિત કુલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં જમીન અને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી NRI મહિલા સાથે તેના જ મિત્રોએ ઠગાઈ કરી આ પણ વાંચો: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના લાભની લાલચ આપી મહિલાઓના ડૉક્યુમેન્ટ્સની ઠગાઈ
ત્રણેય મિત્રોએ ભેગા મળીને મહિલાને જમીન તથા સોનામાં રોકાણ કરવાની સલાહ આપી હતી
કૃપલબેન નામની મહિલા વર્ષ 2019માં અમેરિકથી અમદાવાદ (Fraud with NRI woman) આવ્યા હતા. જેમાં કૃપલબેનની એક મિત્રએ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં અન્ય બીજા જૂના મિત્રો પણ તે ગ્રુપમાં સામેલ હતા. વોટ્સએપ ગ્રુપ થકી ફરિયાદી કૃપલબેન તેમના જૂના ક્લાસમેટ મિત્ર એવા પ્રદીપ પંચાલ, મનીષા પંચાલ તથા પિયુષ ભોગીલાલ પટેલ આમ કુલ ત્રણ જૂના મિત્રોના સંપર્કમાં આવ્યા હતા અને જૂના મિત્રોએ પોતાની NRI મિત્રના પૈસે મોજશોખ કરવાનો કારસો ઘડી નાખ્યો હતો. બાદમાં આ ત્રણેય મિત્રોએ ભેગા મળીને કૃપલબેનને જમીન તથા સોનામાં રોકાણ કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો: Vibrant Gujarat 2022: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવાની કામગીરી શરૂ, બેનર માટે ખાસ કરાઈ વ્યવસ્થા
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ ઠગ મિત્રોએ પોતાની મહિલા (frauid in ahmedabad) મિત્રને ગાડીમાં ફેરવવાની વાત કરીને નવી ગાડીના પૈસા પણ ખંખેરી લીધા હતા અને બાદમાં જ્યારે આ NRI મહિલા અમદાવાદ (Fraud with NRI woman) પરત આવી ત્યારે આ ત્રણેય ઠગ મિત્રોએ તેમના પૈસા આપ્યા નહીં અને તેમની મહિલા મિત્ર વિરુદ્ધ ખોટા કેસ ઉભા કરી તમને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.