- ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું
- નવી પેઢીને અમદાવાદ વિશે માહિતી મળી રહે તે માટે કરાયું આયોજન
- અમદાવાદના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ લીધી મુલાકાત
અમદાવાદઃ શહેરના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વિવિધ ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક અમદાવાદ નગરી, આજનું અમદાવાદના વ્યાપાર ઉદ્યોગો અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી અમદાવાદ પર પ્રકાશ ગ્રંથ નકશા સહિત અન્ય સાહિત્યનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત લોકોએ આ ગ્રંથ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.