- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે તરુણ બારોટનું નામ જાણીતું છે
- ઈશરત જહાં કેસમાં તરુણ બારોટને થઈ હતી સજા
- 12 વર્ષ બાદ CBI કોર્ટે જાહેર કર્યા નિર્દોષ
અમદાવાદઃ ઈશરત જહાં કેસમાં CBI કોર્ટે નિર્દોષ જાહેર કરેલા ત્રણ પોલીસ અધિકારીઓમાંથી એક એટલે તરુણ બારોટ, આ નામ એક સમયમાં ક્રાઇમ બ્રાન્ચમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતું રહી ચુક્યું છે. લતિફ એન્કાઉન્ટર, શાહપુરનો કુખ્યાત અબ્દુલ વાહિબ હોય કે પછી ગાંજાનું મોટુ રેકેટ હોય, પોતાની આગવી કામગીરીથી અમદાવાદની ભૂમિને ત્રાસ મુક્ત કરવાની કામગીરી કરી હતી, પરંતુ બીજી તરફ ઈશરત જહાંના કેસમાં તેમને ન્યાય મેળવવામાં 12 વર્ષનો વિલંબ પણ સહન કરવો પડ્યો છે. પરંતુ ભગવાનની ભક્તિ ઉપર અનેરી આસ્થા રાખનારા તરુણ બારોટ હવે નિવૃત થયા બાદ સમાજના કામો કરવામાં પોતાનો સમય વિતાવે છે. તેમણે 12 વર્ષે મળેલા ન્યાયને પણ ભગવાનની જ કૃપા ગણાવી છે.
આ પણ વાંચોઃ ઈશરત જહાં કેસ: તરૂણ બારોટ સહિત 4 આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી
12 વર્ષે ન્યાય મળ્યો
તરુણ બારોટને ઇશરત જહાં કેસમાં વર્ષ 2012થી 2015 સુધી સજા થઈ હતી. જોકે, તેનો કેસ સતત 12 વર્ષ સુધી ચાલ્યો હતો, ત્યારે હાલ CBI કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા તેમનું કહેવું છે કે, રાષ્ટ્રહિતમાં કરેલા કર્તવ્ય માટે તેમણે 12 વર્ષ સહન કરવું પડ્યું પણ આજે ન્યાય મળ્યો છે. મારો કૃષ્ણ મારી સાથે છે.
અમદાવાદમાં શાંતિ ક્રાઇમ બ્રાન્ચના કારણે આવી
નિવૃત સહાયક પોલીસ અધિક્ષક તરુણ બારોટે પોતાના ભુતકાળના કામોથી અમદાવાદ ઉપર થયેલી અસર મુદ્દે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં એ સમયે થતા ન્યુશન્શને દુર કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે મહત્વની કામગીરી કરી હતી. અમદાવાદમાં શાંતિ ક્રાઇમ બ્રાન્ચના કારણે આવી છે.